મોરબીના ગ્રીન ચોક પાસે વૃદ્ધે ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
માળીયા (મી)ના જૂના ઘાંટીલા ગામે ફેબાએ રાંધવા બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત
SHARE









માળીયા (મી)ના જૂના ઘાંટીલા ગામે ફેબાએ રાંધવા બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત
માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં પરિવારની સગીરા વયની દીકરીને રાંધવા બાબતે તેના ફેબાએ ઠપકો આપ્યો હતો જેથી કરીને સગીરાને લાગી આવતા તેણે વાડીની ઓરડીમાં પડેલ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી કરીને સગીરાનું મોત નીપજ્યું છે ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રહેવાસી અને હાલમાં માળિયા-મિયાણાના જુનાઘાટીલા ગામે અરૂણભાઇ પટેલની વાડીમાં રહેતા રવિન્દ્રભાઈ મંગાભાઈ રાઠવા જાતે આદિવાસીની ૧૪ વર્ષની દીકરી સીતાબેને પોતાની ઓરડીની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર સીતાબેનને તેના ફેબાએ રાંધવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા તેણે વાડીની ઓરડીમાં પડેલ ઝેરી દવા પી લીધી હતી અને સગીરાનું મોત નીપજયું છે
