મોરબીની સાર્થક વિદ્યામંદિર અને ક્રીડાભારતી દ્વારા ૭૮૦૦ સૂર્યનમસ્કાર કરાયા
માળીયા (મી)માં મિત્રના પેટ્રોલ પંપ પાસે જમીનનો કબજો ખાલી કરાવવાનું પીએસઆઇ જાડેજાને પડ્યું ભારે
SHARE









માળીયા (મી)માં મિત્રના પેટ્રોલ પંપ પાસે જમીનનો કબજો ખાલી કરાવવાનું પીએસઆઇ જાડેજાને પડ્યું ભારે
મોરબીના પી.એસ.આઈ.ને ગઇકાલે એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે મુદે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અધિકારીએ તેની સત્તા બહાર જઈને મિત્રના પેટ્રોલ પંપ પાસે જમીનનો કબજો ખાલી કરાવવા માટેનો પ્રયાસ કર્યો હતો અને કેબિન વાળા સાથે અભદ્રવર્તન કર્યું હતું જેથી કરીને કોર્ટ મેટર થઈ હતી અને તેના આધારે હાલમાં આ આધિકારીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં અગાઉ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા આર.પી. જાડેજાને થોડા સમય પહેલા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા હતા અને છેલ્લે તે કંટ્રોલ ઇન્ચાર્જ તરીકે મોરબી એસપી કચેરી ખાતે મુકવામાં આવ્યા હતા તેવામાં રાજ્યની અંદર પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી તેમાં પીએસઆઇ આર.પી. જાડેજાની પણ જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી હતી. જોકે હજુએ તેઓએ મોરબી જિલ્લામાં ચાર્જ મૂક્યો ન હતો દરમિયાન ગઇકાલે પીએસઆઇ આર.પી. જાડેજાને એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ પીએસઆઇ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર હતા ત્યારે ગત તા ૧૦/૭/૨૧ ના રોજ તેઓને માળીયા પાસે બ્રિજનું કામ ચાલુ હતું ત્યાં ફરજના ભાગરૂપે રાતના આઠ થી સવારના આઠ સુધી મૂકવામાં આવ્યા હતા જો કે,તેવો પોતાનો ડ્રેસ પહેરીને સાંજના પાંચેક વાગ્યાના અરસામાં માળીયા હાઇવે ઉપર આવેલ આરામ હોટલ પાસે તેના મિત્ર ભગીરથસિંહનો પેટ્રોલ પંપ આવેલ છે તેની બાજુમાં કેબિન મૂકીને દબાણ કરવામાં આવ્યું હતું ત્યાં જઈને દબાણ કરનાર સાથે અભદ્રવર્તન કર્યું હતું જેથી કરીને કોર્ટ મેટર થઈ હતી અને હાલમાં અધિકારીને સસ્પેન્ડ કર્યા છે અત્રે ઉલેખનીય છે કે, અધિકારીએ પોતાની સત્તા બહાર જઈને સત્તા અને ખાખી વર્દીનો દૂર ઉપયોગ કર્યો હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવેલ છે આમ માળીયા (મી)માં મિત્રના પેટ્રોલ પંપ પાસે કેબિન મૂકીને કરવામાં આવેલ દબાણ દૂર કરીને જમીનનો કબજો ખાલી કરાવવા માટે પીએસઆઇ જાડેજાને કરેલ સત્તા બહારની કામગીરી હાલમાં તેઓને ભારે પડી છે
