માળીયા (મી)માં મિત્રના પેટ્રોલ પંપ પાસે જમીનનો કબજો ખાલી કરાવવાનું પીએસઆઇ જાડેજાને પડ્યું ભારે
મોરબી જિલ્લા પંચાયતનું ૨.૪૭ કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર: બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરની કામગીરી સામે અનેક સવાલ
SHARE









મોરબી જિલ્લા પંચાયતનું ૨.૪૭ કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર: બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરની કામગીરી સામે અનેક સવાલ
મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને ૨.૪૭ કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભામાં મોરબી જિલ્લાની અંદર જોખમી શાળાના ઓરડાઓ મુદે શાસક પક્ષ અને વિરોધ પક્ષ તડપીટ જોવા મળી હતી અને ત્યારબાદ બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા અવારનવાર કાર્યપાલક ઇજનેરને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે એક્શન લેવા માટે કહેવામાં આવે છે તેમ છતાં પણ તેની સામે કોઈ પગલા લેવામા આવતા નથી જેથી કરીને કોન્ટ્રાક્ટરો ઉપર કંટ્રોલ લાવવા માટે દરેક કોન્ટ્રાકટરના બિલ બાંધકામ સમિતિના ચેરમેન મારફતે મંજૂરીમાં આપવા માટે સર્વાનુમતે ઠરાવ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરાના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટ માટે સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જુદા-જુદા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને તેની પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી.જોકે આ બજેટ બેઠકની અંદર કુલ મળીને ૧૯.૦૮ કરોડની આવક અને ૧૬.૬૦ કરોડની જાવક નક્કી કરીને ૨.૪૭ કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે અને આ બજેટમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે પણ કર્મચારીઓના પગાર, ભથ્થા અને કન્ટીજન્સી માટે ૧.૩૩ કરોડ, શિક્ષણ ક્ષેત્રે ૭૦ લાખ, પંચાયત ક્ષેત્રે ૭.૨૫ કરોડ, આરોગ્યક્ષેત્રે ૧૧.૬૦ લાખ, ખેતીવાડી ક્ષેત્રે ૮.૫૦ લાખ, પશુપાલન ક્ષેત્રે ૨.૧૦ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે ૬૦ લાખ, આંકડા શાખા માટે ૧.૩૦ લાખ, કુદરતી આફત માટે ૨.૪૫ કરોડ, સિંચાઇ માટે ૪૬.૭૫ લાખ, બાંધકામ ક્ષેત્રે ૩.૧૧ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે
આ બેઠકમાં બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષના નેતા સહિતના સભ્યોને તેની કોપી આપવામાં આવી હતી જેથી વિપક્ષે કહ્યું હતું કે, જે મુદ્દાઓને બજેટમાં લેવાના હોય તેના માટે બજેટ બનાવતા સમયે કે પછી એકદ સપ્તાહ પહેલા જો આપવામાં આવે તો વિપક્ષ પણ તેના સૂચન કે પછી કોઈ સુધારા-વધારા હોય તો આપી શકે છે જેથી આગામી સમયમાં બજેટ બોર્ડ હોય ત્યારે બજેટની કોપી અગાઉથી તૈયાર કરવામાં આવી હોય તે વિપક્ષના દરેક સભ્યોને પણ વહેલી તકે મોકલવામાં આવે તેવી રજૂઆત વિપક્ષના નેતા નયનભાઇ અઘારા સહિતના તમામ સભ્યો દ્વારા કરવામાં આવી હતી
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલા ચૂંટાયેલા સભ્યો પાસેથી પ્રશ્નોત્તરી માટે પ્રશ્નો મંગાવવામાં આવે છે જેમાં નવઘણભાઈ દેવશીભાઇ મેઘાણી દ્વારા દસ અને સરોજબેન નીમેશભાઈ ગંભવા તરફથી ૬ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા આ ૧૬ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને મોરબી તલાટીમંત્રીઑની હાલમાં ૬૨ જગ્યાઓ ખાલી છે જે પૈકીની ૫૬ જગ્યાઓને ભરવા માટે સરકારમાંથી મંજૂરી આવી ગઈ છે તેવી માહિતી સામે આવી હતી તેમજ જીલ્લામાં આજની તારીખ ૧૩૩ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે તેમાંથી ૯૬ બનાવવા માટે ઠરાવ કરવામાં આવેલ છે અને ૬૦ માનરેગા હેઠળ બનવાની છે તેમાથી આઠના કામ ચાલુ કરવામાં આવેલ છે ત્યારે વિપક્ષના સભ્યો દ્વારા વહેલી તકે બાળકોને સારી સુવિધા મળે તે માટે આંગણવાડી બનાવવા માટે અધિકારીને ટકોર કરવામાં આવી હતી
ગત સામાન્ય સભાની બેઠકની અંદર મોરબી જિલ્લામાં આવેલ સરકારી શાળાઓમાંથી જર્જરીત ઓરડાને વહેલી તકે તોડી પાડવા માટેનું કામ ઝડપથી કરવા માટે કહેવામાં આવ્યું હતું તેમ છતાં પણ આ બેઠકમાં ૮૫ શાળાઓમાં જોખમી ઓરડા હોવાની માહિતી અધિકારી આપી હતી અને તે પૈકીના ૩૫ને નોયુઝ સર્ટિ આપવામાં આવેલ છે અને ૩૬ માં ચકાસણી બાકી છે વધુમાં બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ સામાન્ય સભાની અંદર જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની અંદર જુદી જુદી એજન્સીઓ દ્વારા બાંધકામ સમિતીને લગતા કામો કરવામાં આવી રહ્યા છે તેમાં ઘણી જગ્યાએ એજન્સીના માણસો દ્વારા બેદરકારી રાખવામાં આવતી હોય છે અને નબળું કામ કરવામાં આવતું હોય છે માટે તાત્કાલિક પગલાં લેવા કાર્યપાલક ઇજનેરને કહેવામાં આવે છે તેમ છતાં પણ આજ દિવસ સુધી કોઈ કોન્ટ્રાક્ટરની સામે કાર્યપાલક ઇજનેર દ્વારા પગલાં લેવામાં આવેલ નથી અને કોન્ટ્રાકટરને તેના બિલ ચૂકવાઈ જાય છે માટે કોન્ટ્રાક્ટરના બિલ રજૂ કરવામાં આવે છે તે બાંધકામ સમિતિના ચેરમેન મારફતે મંજૂરી માટે પ્રક્રિયા કરવામાં આવે તો કોન્ટ્રાકટર ઉપર પણ કંટ્રોલ રહેશે અને લોકોની સુખાકારીના સારા કામ થશે આવી લાગણી વ્યક્ત કરી હતી
આ સામાન્ય સભાની બેઠકની અંદર સ્વભંડોળમાંથી જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોના મત વિસ્તારની અંદર વિકાસ કામો કરવા સરકારના ધારાધોરણ મુજબ ગ્રાન્ટ ફાળવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું તે ગ્રાન્ટ ફાળવી દેવા માટેના હુકમો કરી દેવામાં આવ્યા છે મોરબી જીલ્લા પંચાયત કચેરીમાં રોડ ઉર્જાનો ઉપયોગ થાય તે માટે સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલમેન્ટ કરવા માટેના ઠરાવને મંજૂર કરવામાં આવેલ છે અને ૧૬.૨૮ લાખના ખર્ચમાંથી ૩.૨૫ ની સરકારી ગ્રાન્ટ મળશે અને ૧૩.૦૨ લાખ સ્વભંડોળમાંથી વાપરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આજ દિવસ સુધી મોરબી જિલ્લા પંચાયતમાં ક્યારેય પશુપાલન ક્ષેત્ર માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી ન હતી પરંતુ મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા દ્વારા આ મુદ્દે પ્રમુખનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને આ વખતે પહેલી વખત પશુપાલન ક્ષેત્રે માટે ૨.૧૦ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે
