વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાં ઝંપલાવીને સગાઈ થઈ ગયેલ યુવતીએ પ્રેમી યુવક સાથે કર્યો આપઘાત


SHARE







મોરબીના મચ્છુ-૨ ડેમમાં ઝંપલાવીને સગાઈ થઈ ગયેલ યુવતીએ પ્રેમી યુવક સાથે કર્યો આપઘાત

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા યુવક અને યુવતી છેલ્લા ચાર દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા જેથી કરીને તેના પરિવારજનો તેને શોધી રહ્યા હતા દરમિયાન તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો અને ગઇકાલે બપોરના સમયે મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવી હતી જેથી તરવૈયાઓની મદદથી યુવક અને યુવતીની લાશને બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના મચ્છુ-૨ ડેમની અંદર યુવક અને યુવતીની લાશ પડી હોવાની જાણ કરવામાં આવી હતી જેથી કરીને તરવૈયાઓની મદદથી ડેમની અંદર પડેલી યુવક અને યુવતીની લાશને બહાર કાઢવામાં આવી હતી અને ડેડબોડીને પી.એમ.માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાનનું નામ ધવલ રાજેશભાઈ રાઠોડ (૧૯) રહે. લાયન્સનગર મોરબી અને મૃતક યુવતીનું નામ ક્રિષ્નાબેન શક્તિભાઈ જેઠવા (૧૮) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી વાળી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બંને મૃતક યુવતીના પરિવારજનોને આ બનાવની જાણ કરવામાં આવી હતી

 

વધુમાં સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવતી અને યુવાન છેલ્લા ચાર દિવસથી તેના ઘરેથી ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેઓને શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી અને હાલમાં બંનેએ સજોડે મોરબીના મચ્છુ ડેમમાં આપઘાત કરેલી હાલતમાં તેની લાશ મળી આવી છે જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને હોસ્પિટલ પાસેથી અકત્રિત થયેલા મૃતક યુવતીના પરિવારજનો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ક્રિષ્નાબેન જેઠવાની અમદાવાદ ખાતે સગાઈ કરવામાં આવી હતી અને નજીકના દિવસોમાં જ તેના લગ્ન હતા ત્યારે યુવતીએ આપઘાત કરી લેતા પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું  છે વધુમાં એવિ પણ માહિતી મળી છે કે મૃતક યુવક અને યુવતી પહેલા પાડોશમાં રહેતા હતા અને બંનેના પરિવાર વચ્ચે સારા સબંધ હતા ત્યારે તે બંનેની આંખ મળી ગઈ હતી અને એક નહીં શકે તેવા ડરના લીધે તેઓએ સજોડે આપઘાત કરી લીધેલ છે




Latest News