મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારા શહેરમાં ૧૯૬૫ માં ધરે ધરે હતી વિજળી


SHARE







ટંકારા શહેરમાં ૧૯૬૫ માં ધરે ધરે હતી વિજળી

ટંકારા શહેરમા ૧૯૬૫ માં ધરે ધરે વિજળી હતી અને પહેલું ઈલેક્ટ્રિક જનરેટર શહેરમાં ૧૯૪૫ મા આવ્યુ હતું તે પહેલા રાજ મહેલમાં પવનચક્કિ ઉપર લાઈટ ચલાવાતી હતી ત્યારે મગનલાલ દોશીના શાંન્તિનીકેતન બંગલામાં સૌથી પહેલા લેમ્પ જગમગી ઉઠયો હતો અને બાદમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ડિઝલ જનરેટર આવ્યુ હતું અને આઝાદીના ૧૭ વર્ષ પછી ટંકારામાં ધરે ધરે લાઈટ કનેક્શન મળવા લાગ્યા હતા

આજથી પચાસ વર્ષ પહેલાં  ટંકારાના ધરડા બાપદાદા વડીલો કેવી રીતે રહેતા અને એની દિનચર્યા શુ હતી? તમે અત્યારે આ વાચન કરતા કરતા અનેક વિચારો અને સવાલો સાથે અજબ ગજબ અનુભવ કરતા હશો! પણ જગુભાઈએ જણાવયુ એ તમને જણાવી દઉં કે, અગાઉના વડીલો પ્રકૃતિના ખોળો ખુદી જીવનશૈલી પ્રસાર કરતા હતા. ન હતા ટિવી કે ફોન હા પાવરથી ચાલતા રેડિયો જરૂર હતા જેની વાત પણ વળી ક્યારેક કરશું પણ સુર્ય નારાયણના ક્રમ પ્રમાણે ચાલતા રોજીંદા કામમાં ફાનસ, દીવો, પેટ્રોમસે અનેકના જીવનમાં અજવાળું પાથરી ગયુ છે. તમને થતુ હશે તો રાત્રે બજારની સ્થિતિ શુ હશે? તો જ્યારે લાઈટ ન હતી અને થાંભલા પણ નહતા ત્યારે સુધરાઈ એટલે કે (પંચાયત અમલ પહેલાનુ શાશનમા) ટંકારાની બજારોમાં ચોક્કસ નક્કી કરેલ જગ્યા ઉપર દીવા પ્રગટાવીને પ્રકાશ પાથરવામા આવતો અને ચાર પગાની સિડી લઈ સાંજે વાલાબાપા તેલ પુરી ઠેક ઠેકાણે દીવો જલાવતા જનરેટરમાથી વિના મૂલ્યે પ્રસંગે વિજળી આપતા હતા અને  ડિઝલ જનરેટર પહેલા ટંકારામાં પવનચક્કિ હતી અને એ પણ મોરબી રાજવીના ટંકારા મહેલમાં જેનો ઉપયોગ માત્ર મહેલ પુરતો સિમીત હતો અને ૧૯૬૫ આસપાસ ધરે ધરે વિજળી આપવાનુ ગુજરાત બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું






Latest News