અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી : હળવદના કડીયાણા ગામ પાસે ઇકોને ટ્રકચાલકે હડફેટે લેતાં છ ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE







મોરબી : હળવદના કડીયાણા ગામ પાસે ઇકોને ટ્રકચાલકે હડફેટે લેતાં છ ઇજાગ્રસ્તો સારવારમાં

મોરબીના હળવદ તાલુકામાં આવતા કડીયાણા ગામ પાસે ગત મોડી રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઇકો કારમાં બેસીને જતા લોકોને ટ્રકના ચાલકે હડફેટે લેતા છ ઇજાગ્રસ્તોને મોરબીની સિવિલ અને ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદનો હોય ત્યાંની પોલીસને વધુ તપાસ અર્થે જાણ કરી હતી.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચરાડવાના રહેવાસી પ્રતીકભારતી મહેશભારથી ગોસ્વામી (૨૫), હર્ષિદાબેન મહેશભારતી ગોસ્વામી (૪૭), સવિતાબેન પ્રહલાદભારતી ગોસ્વામી (૮૦), રમાબેન જગદીશભાઈ ગોસ્વામી (૬૦), નિરૂબેન રણછોડપરી ગોસ્વામી (૫૩) અને ભૂપતભારતી પ્રહલાદભારતી ગોસ્વામી (૪૦) ચરાડવા તરફથી હળવદ તરફ ઇકોમાં જતા હતા ત્યારે કડીયાણાની બજરંગ હોટલ પાસે તેઓની ઇકો કારને ટ્રક ચાલકે હડફેટે લીધી હતી.ગત મોડી રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં બનેલ અકસ્માત બનાવમાં ઉપરોકત ઇજાગ્રસ્તોને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે તેમજ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ પોલીસ મથકની હદ વિસ્તારમાં બન્યો હોય હળવદ પોલીસને અકસ્માત બનાવ અંગે આગળની તપાસ અર્થે જાણ કરવામાં આવી હતી.

સુરજબારી પુલ પાસે વાહન અકસ્માતમાં ઇજા

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકામાં આવેલા સુરજબારીના પુલ પાસે ગતરાત્રીના બે ટેઇલર અથડાયા હતા જેમાં ઇજા થતા અંજારના યુવાનને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેપાભાઈ સવાભાઈ ડાંગર નામના ૨૫ વર્ષીય અંજારના રહેવાસી યુવાનને સુરજબારી પુલથી મોરબી બાજુ ટ્રેઇલર-ટ્રેઇલર વચ્ચે થયેલ અથડામણના અકસ્માત બનાવમાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ માળીયા મિંયાણા પોલીસ મથકની હદમાં બન્યો હોય બનાવની આગળની તપાસ અર્થે માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News