મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામે ઘરકંકાસથી કંટાળીને યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ


SHARE













મોરબીના જાંબુડિયા ગામે ઘરકંકાસથી કંટાળીને યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેતા યુવાને પોતાના ઘરમાં ઘરકંકાસથી કંટાળીને બાથરૂમમાં ફિનાઇલ પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેતા કિશનકુમાર ભરતભાઈ માંજુસાએ પોતાના ઘરની અંદર બાથરૂમમાં ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે કિશનકુમારે ઘરકંકાસથી કંટાળીને પોતાના બાથરૂમની અંદર ફિનાઇલ પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસેથી બાઇક લઇને જઇ રહેલા દિનેશભાઈ નારણભાઈ સનારિયા (ઉંમર ૫૨) રહે. પેરીના પેલેસ મોરબી વાળાના બાઈકને અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને આ બનાવમાં દિનેશભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આવી જ રીતે મોરબી જેતપર રોડ ઉપરથી પસાર થતાં લખનાબેન રાજેશભાઈ પંચાસરા (ઉંમર ૩૮) ને વાહન અકસ્માતમાં ઇજા થતાં તેને મોરબીની સદભાવના હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માત

મોરબી શહેરના વિદ્યુતનગરમાંથી ધરનગર બાજુ સાઇકલ પર જઈ રહેલ કૃષ્ણ વિઠ્ઠલભાઈ સનુરા (ઉંમર ૧૭) સાયકલ પરથી નીચે પડી ગયો હતો અને ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર સોસાયટીની અંદર રહેતા શારદાબેન ત્રિકુભાઈ સારેસા (૬૦) ને તેના ઘર પાસે થયેલ મારામારીમાં ઇજા થવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આવી જ રીતે મોરબીના બેલા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં મારામારીનો બનાવ થયો હતો જેમાં સામલીબેન વીનભાઈ ભૂરા (૩૮) નામની મહિલાને ઇજા થતાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે




Latest News