મોરબી રબારી સમાજ દ્વારા માલજીભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ મળતા સન્માન કરાયું
પંજાબમાં ભાજપની ભવ્ય જીત માટે ગામડે ગામડા ફરી પ્રચાર કાર્ય કરતાં કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા
SHARE









પંજાબમાં ભાજપની ભવ્ય જીત માટે ગામડે ગામડા ફરી પ્રચાર કાર્ય કરતાં કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા
કચ્છનાં સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડાને તેમની કામગીરી અને જાગૃતતા સબબ પંજાબમાં વર્તમાન સમયમાં આવતી ચુંટણી અનુલક્ષી સહપ્રભારી તરીકે નિમણૂક થતાં સમસ્ત પંજાબના દરેક જીલ્લાઓમાં વિઝિટ કરી જનતા જનાર્દન અને ભાજપા કાર્યકરોની સાથે મીટીંગો કરી સમીક્ષા અને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.ફગવાડા, જાલંધર, હોશિયારપૂર, લુધિયાનામાં મુખ્ય કાર્યકર્તાઓ, વિસ્તારકો, ચુનાવ કાર્યાલયોની સાથે બેઠકો કરી હતી.સાંસદ વિનોદ ચાવડાના જણાવ્યાં અનુસાર ખુબ જ સુંદર પ્રજાનાં પ્રતિભાવો મળી રહ્યા છે.લોકો ભાજપની વિકાશસીલ સરકાર ઈચ્છે છે.પ્રચંડ બહુમત અન્ય રાજ્યોની જેમ અહિ પણ મળશે.
