હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા જૈન ધર્મ પર અભદ્ર ટીપ્પણીનો વિરોધ


SHARE













મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા જૈન ધર્મ પર અભદ્ર ટીપ્પણીનો વિરોધ

તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસી પાર્ટીના સંસદ બહેન મહુઆ મોઇત્રા દ્વારા સંસદ ભવનમાં જૈન ધર્મ ઉપર અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી કેજૈનના દીકરાઓ પરિવારથી છુપાઈને કબાબ અને નોનવેજ ખાય છે. આ બહેનને ખબર નથી કે જૈન સમાજ અહિંસા પરમો ધર્મથી ઓળખાય છે. નોનવેજની વાત તો બહુ દુર રહી ગઈ પરંતુ જૈન ધર્મમાં કંદમૂળ બિલકુલ વપરાતા નથી કંદમૂળ વાપરવુંએ અમારા માટે બહુ મોટું પાપ છે. જૈન ધર્મ ત્યાગ અહિંસા જીવદયા પ્રેમી તરીકે ઓળખાય છે. આ બહેન મહુઆ મોઇત્રા પોતાના રાજકીય લાભ અથવા તો પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટેના તેના આ નિવેદનને સમસ્ત વિશ્વના જૈન સમાજ તેમના નિવેદનને વખોડેલ છે. કોઈપણ સંસદ, રાજકીય કે સામાન્ય વ્યક્તિએ કોઈપણ ધર્મ વિષે ટીપ્પણી કરવાનો હક્ક નથીતો આગામી સમયમાં સંસદ ભવનમાં કે જાહેરમાં ફક્ત જૈન જ નહિ પરંતુ કોઈપણ ધર્મ વિષે ટીપ્પણી કરવાનો અધિકાર નથી. આ બહેનને ખબર નથી કે હોટલોમાં અને હવે તો સરકાર દ્વારા રેલ્વેમાં પણ જૈન ફૂડની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે અને હોટલોમાં પણ એમ લખવામાં આવે છે કે જૈન ફૂડ શબ્દ મેનુમાં લખવામાં આવે છે. મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા ટીએમસી પાર્ટીના સંસદ બહેન મહુઆ મોઇત્રા તેમને કરેલ અયોગ્ય ટીપ્પણી બદલ જાહેરમાં અને સંસદ ભવનમાં પોતાના શબ્દો પરત ખેંચી લ્યે અને માફી માંગે તેવી માંગણી કરી છે આબે મોરબી જૈન સમાજે કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે.






Latest News