વાંકાનેર નજીક કારખાનામાં ઓરડી પાસે આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત
SHARE
વાંકાનેર નજીક કારખાનામાં ઓરડી પાસે આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત
વાંકાનેર તાલુકાની હદમાં રાતાવિરડા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનનો પાંચ વર્ષનો દીકરો રમતા રમતા ઓરડીની બાજુમાં આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં પડી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ બાળકના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની જાણ વાંકાનેર તરલુકા પોલીસને કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાની હદમાં આવતા રાતાવીરા રોડ ઉપર સ્પીનોરા સિરામિક નામનું કારખાનું આવેલું છે ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા બાપુ જૈના જાતે ઠાકોરનો પાંચ વર્ષનો દીકરો સાહિલ જૈના તેઓની ઓરડીની બાજુના ભાગમાં રમતો હતો ત્યારે રમતા રમતા વેસ્ટ પાણીની કુંડી તે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે સાહિલ જૈનનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ બાબતે જવાબદારો સામે ગુના નોધાય તો જ આવા ગોજરા બનાવો બનતા અટકસે.