મોરબીના રફાળેશ્વર નજીક અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા પાનેલી ગામના યુવાનનું મોત
મોરબીના સનાળા રોડે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ ૧૨,૭૪૦ ના મુદામાલ સાથે પકડાયા
SHARE
મોરબીના સનાળા રોડે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ ૧૨,૭૪૦ ના મુદામાલ સાથે પકડાયા
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગેટની વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવતા પોલીસે તેની પાસેથી ૧૨૭૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ વાળી શેરીમાં બાપા સીતારામ ટ્રાન્સપોર્ટની બાજુમાં ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા હોવાની હકીકત એ ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે અલારખાભાઇ હુશેનભાઇ અલાસીયા (૪૮), દિલીપભાઇ અમરશીભાઇ જાદવ (૩૫) અને ઓસમાણભાઇ હુશેનભાઇ લોલાડીયા (૬૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે હાલમાં આરોપીઓ પાસેથી ૧૨૭૪૦ રૂપિયાની રોકડ કબજે કરેલ હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.









