હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપર એસિડ પી ગયેલા વૃદ્ધા રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીના રવાપર રોડ ઉપર એસિડ પી ગયેલા વૃદ્ધા રાજકોટ ખસેડાયા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધા કોઈ કારણોસર એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટ બી વિંગમાં રહેતા લીલાવંતીબેન ત્રિભોવનભાઈ મોરડીયા નામના ૬૩ વર્ષીય વૃદ્ધા એસિડ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સુત્રો દ્રારા જાણવા મળેલ છે.હાલ બનાવ સંદર્ભે એ ડીવીઝન પોલીસે નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં યુવાનને ઇજા

મોરબીના રવાપર કેનાલ ચોકડી પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી શહેરના સનાળા રોડ ઉમિયા સર્કલ નજીક રહેતા અશોકભાઈ લાવાભાઈ પરમાર નામના ૩૬ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઇ ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના દાદાશ્રીનગર ગામે દિનેશભાઈની વાડી રહીને મજૂરીકામ કરતાં મુકેશ સોવેનસિંગ મેળા નામના ૩૫ વર્ષીય આદીવાસી યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં ગત મોડી રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુકેશની સાથે રહેતો અને મજૂરી કામ કરતો તેનો કૌટુંબિક ભાઇ તેરસિંગ મેડા દ્વારા પથ્થર વડે હુમલો કરવામાં આવતા મુકેશ મેડાને ઈજાઓ પહોંચી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેલચોક વિસ્તારની સામે રહેતા લાખાભાઈ કાળાભાઈ વાઘેલા નામનો ૩૩ વર્ષીય યુવાન પાલિકા ખાતેથી પોતાના ઘરે જતા હતા તે સમયે રામચોકની પાસે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત લાખાભાઈ વાઘેલાને અહીંની મધુરમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Latest News