વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના નહેરૂ ગેઇટ ચોક પાસે મહિલા શૌચાલય ન બને તો આંદોલનની ચીમકી !


SHARE







મોરબીના નહેરૂ ગેઇટ ચોક પાસે મહિલા શૌચાલય ન બને તો આંદોલનની ચીમકી !

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડ્યા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઈ બ્લોચ મુખ્યમંત્રી, પંચાયત મંત્રી, કલેકટર, ચીફ ઓફીસર અને પાલીકાના મહિલા પ્રમુખને લેખીતમાં રજૂઆત કરીને મોરબીના નહેરૂ ગેઇટના ચોકની નજીક શાકમાર્કેટની પાછળ જીઇબીની ઓફિસ પાસે મહિલા શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો હવે કામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

છેલ્લા ધણા સમયથી મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબીના નહેરૂ ગેઇટના ચોકની નજીક શાકમાર્કેટની પાછળ જીઇબીની ઓફિસ પાસે મહિલા શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તો પણ આજ સુધી તેને ધ્યાનમાં લેવામાં આવેલ નથી ત્યારે હાલમાં મુખ્યમંત્રી, પંચાયત મંત્રી, કલેકટર, ચીફ ઓફીસર અને પાલીકાના મહિલા પ્રમુખને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે અને પાલિકાના પ્રમુખ જ મહિલા છે અને એક મહિલા સતા ઉપર આવેલ છે તો પણ બહેન-દિકરીઓને શૌચાલય માટે શૌચાલય બનાવવામાં આવતું નહીં

જેથી મહિલાઓને આજુબાજુના શોપીંગ સેન્ટર કે પછી ખુલ્લી જગ્યામાં લઘુશંકા માટે જવું પડે છે અને મહિલાઓ ઘણી વખત ક્ષોભજનક સ્થિતિમાં મુકવૌ પડે છે ત્યારે શાકમાર્કેટ આસપાસ પાલિકાની જગ્યામાં મહિલા શૌચાલય બનાવવામાં આવે તેવી વધુ એક વખત માંગ કરી છે  અને જો હવે કામ કરવામાં નહીં આવે તો મહિલાઓને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે




Latest News