મોરબી શહેર-તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે પાંચ દિવસ કામ બંધ રહેશે
માળીયા(મીં.) તાલુકામાં ઓનલાઈન યોજાયેલ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં મોડેલ સ્કૂલનો ડંકો
SHARE









માળીયા(મીં.) તાલુકામાં ઓનલાઈન યોજાયેલ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં મોડેલ સ્કૂલનો ડંકો
માળીયા(મીં) તાલુકામાં આવેલ રામબાઈમાં શાળા વિકાસ સંકુલ દ્વારા ઓનલાઇન એસવીએસ કક્ષાનું ગણિત, વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૨ યોજાયું હતું જેમાં માળીયા તાલુકાની અનુદાનિત અને સરકારી શાળાઓમાંથી કુલ ૧૪ શાળાઓએ ભાગ લીધેલ હતો અને મોડેલ સ્કુલ મોટીબરારના બાળ વૈજ્ઞાનિકોની બે કૃતિઓ બે વિભાગમાં રજૂ કરીને પ્રથમ નંબર મેળવેલ છે જેમાં વિભાગ-૪ માં અકસ્માત નિવારણ “યુ ટર્ન” માં ચાવડા આરાધના અને ડાંગર અવનીએ ભાગ લીધેલ હતો. અને વિભાગ-૫ માં ફ્લોટિંગ હાઉસમાં ખડોલા વંશિકા અને ચાવડા માનસીએ ભાગ લીધો હતો. જેમના માર્ગદર્શક શિક્ષક એચ.જી.બોડા અને પી.ડી.મેરજા હતા. આ કાર્યક્રમમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને માળીયા તાલુકાનું નામ રોશન કરશે આ તકે જિલ્લા વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા, સંકુલ સંયોજક એસ.કે.પટેલ, સહસંયોજક જયેશભાઈ ચાવડા, ડીઇઓ કચેરીના એ.ઈ.આઈ. એસ.જે.મેરજા તેમજ શાળાના આચાર્ય બી.એન.વિડજા સહિતના હાજર રહ્યા હતા
