મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

માળીયા(મીં.) તાલુકામાં ઓનલાઈન યોજાયેલ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં મોડેલ સ્કૂલનો ડંકો


SHARE

















માળીયા(મીં.) તાલુકામાં ઓનલાઈન યોજાયેલ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં મોડેલ સ્કૂલનો ડંકો

માળીયા(મીં) તાલુકામાં આવેલ રામબાઈમાં શાળા વિકાસ સંકુલ દ્વારા ઓનલાઇન એસવીએસ કક્ષાનું ગણિત, વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૨ યોજાયું હતું જેમાં માળીયા તાલુકાની અનુદાનિત અને સરકારી શાળાઓમાંથી કુલ ૧૪ શાળાઓએ ભાગ લીધેલ હતો અને મોડેલ સ્કુલ મોટીબરારના બાળ વૈજ્ઞાનિકોની બે કૃતિઓ બે વિભાગમાં રજૂ કરીને પ્રથમ નંબર મેળવેલ છે જેમાં વિભાગ-૪ માં અકસ્માત નિવારણ “યુ ટર્ન” માં ચાવડા આરાધના અને ડાંગર અવનીએ ભાગ લીધેલ હતો. અને વિભાગ-૫ માં ફ્લોટિંગ હાઉસમાં ખડોલા વંશિકા અને ચાવડા માનસીએ ભાગ લીધો હતો. જેમના માર્ગદર્શક શિક્ષક એચ.જી.બોડા અને પી.ડી.મેરજા હતા. આ કાર્યક્રમમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને માળીયા તાલુકાનું નામ રોશન કરશે આ તકે જિલ્લા વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા, સંકુલ સંયોજક એસ.કે.પટેલ, સહસંયોજક જયેશભાઈ ચાવડા, ડીઇઓ કચેરીના એ.ઈ.આઈ. એસ.જે.મેરજા તેમજ શાળાના આચાર્ય બી.એન.વિડજા સહિતના હાજર રહ્યા હતા




Latest News