હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્યના ખર્ચે તેઓના આંગણે ઘડિયા લગ્ન યોજાયા


SHARE







મોરબીના માજી ધારાસભ્યના ખર્ચે તેઓના આંગણે ઘડિયા લગ્ન યોજાયા

સમગ્ર રાજ્યમાં કોરોના કાળમાં વધુ ભીડ લગ્નમાં એકત્રિત ન થાય તે માટે ઘડિયા લગન ખૂબ જ આવકારદાયી છે ત્યારે સાદગી પૂર્વક ઘડિયા લગ્ન યોજવાનો સંદેશ અગાઉ મોરબીના પાટીદાર સમાજ દ્વારા જ આપવામાં આવ્યો હતો અને હાલમાં દરેક સમાજ દ્વારા ઘડિયા લગ્ન લેવામાં આવે છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્યએ આ પ્રવૃત્તિને વેગ આપવા પ્રેરણાદાયક અને ઉત્સાહનરૂપ જાહેરાત કરી હતી. અને કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાન પાસે ઉમા ટાઉનશીપ ખાતે કોઈપણ સમાજ ઘડિયા લગ્નનું આયોજન કરી શકે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને ત્યાં ઘડિયા લગન માટે જે કોઈ આવે તેઓના જમવા સહિતનો ખર્ચો પણ તેમના દ્વારા આપવામાં આવે છે ત્યારે ઇન્દુલાલ રતિલાલ પઢીયારના દીકરા સિદ્ધાર્થ અને બબન રાવ ઢાલેની દીકરી પ્રીતિના ઘડિયા લગ્ન લેવામાં આવ્યા હતા જેમાં જૈન વાણિયા જ્ઞાતિના ઘડિયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને દશાશ્રીમાળી વણિક જ્ઞાતિના પ્રમુખ પરેશભાઈ શાહ, સ્થાનિકવાસી જૈન સંઘના ટ્રસ્ટી અશોકભાઈ મહેતા,જૈન સોસીયલ ગ્રુપના નીતિનભાઈ મહેતા, વૉર્ડ-૭ ના કાઉન્સિલર હીનાબેન મહેતાવૉર્ડ-૫ ના કાઉન્સિલર કમલભાઈ દેસાઈ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા






Latest News