ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરને ત્યારે રીસામણે આવેલ પરિણીતા એસીડ પી જતાં સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીમાં માવતરને ત્યારે રીસામણે આવેલ પરિણીતા એસીડ પી જતાં સારવાર દરમિયાન મોત

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા માવતરને ત્યાં છેલ્લા આઠેક માસથી રિસામણે આવેલ ગુર્જર સુતાર પરણિતાએ ગઈકાલે બપોરે એસિડ પી લીધું હતું જેથી તેણીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી જ્યાં તેણીનું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજયુ હોય બનાવ અંગે નોંધ કરીને મોરબી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના વાવડી રોડ ઉપર આવેલ ત્રિમૂર્તિપાર્કમાં રહેતા ડાયાભાઈ પંચાસરા જાતે ગુર્જર સુતારની ૩૮ વર્ષીય પુત્રી હેતલબેને તેમના માવતરને ત્યાં ગઇકાલ તા.૯ ના બપોરે ત્રણેક વાગ્યે એસીડ પી લેતા તેણીને સારવાર માટે અહીંની આયુષ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.હેતલબેને પોતાના માવતરને ત્યાં એસિડ પી લીધું હોવાથી તેમને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપીને હેતલબેનને તાત્કાલિક રાજકોટ ખાતેની મેડીકેર હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં બેભાન હાલતમાં રહેલા હેતલબેનને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા ત્યાં જોઈ તપાસીને ફરજ ઉપરના તબીબે હેતલબેનને મૃત જાહેર કર્યા હતા અને બનાવની જાણ થતાં હાલ એ ડિવિઝન મથકના એ.એમ.જાપડીયાએ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં મૃતક હેતલબેનના ભાઈ હિરેનભાઈ પંચાસરા પાસેથી મળતી વિગતો મુજબ મૃતક હેતલબેનના લગ્ન ફર્નિચર કામ કરતા દિનેશભાઈ સુરેલીયા સાથે થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેઓને એક દીકરો અને એક દીકરી એમ બે સંતાન છે.છેલ્લા આઠેક માસથી પતિ સાથે સામાન્ય બાબતે ઝઘડો થયા બાદ મૃતક હેતલબેન રીસામણે આવીને તેઓના માવતરે રહેતા હતા અને છૂટાછેડા માટે પરિવારને વાત કરતા હતા.પરંતુ માતા-પિતા હેતલબેનને છૂટાછેડા ન કરવાનું સમજાવતા હતા.તે દરમિયાનમાં ગઈકાલે બપોરે કોઈ બાબતનું માઠું લાગી આવતા બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં હેતલબેને એસિડ પી લીધું હતું જેથી તેઓને અહીં આયુષ હોસ્પિટલે અને બાદમાં મેડિકેર હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જવાયા હતા જયાં ટુંકી સારવાર દરમિયાન તેણીનું મોત નિપજતા મૃતદેહને રાજકોટ સિવિલ ખાતે ખસેડાયો હતો.હાલ બનાવના પગલે બે સંતાનોએ માતાની છત્રછાંયા ગુમાવી હોય પરિવાર શોકમગ્ન બની ગયો હતો.

વાહન અકસ્માતમાં સાતને ઈજા

મોરબી અને જામનગરની ભાગોળ પાસેના ધાર અને દુધઈ વચ્ચે ટ્રેક્ટર અને ટ્રકની વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતાં ધરમવીર ઓમપ્રકાશ બાવરીયા (૩૦), ગૌરીબેન ધરમવીર બાવરીયા (૨૮), દીક્ષા ધરમવીર બાવરીયા (૯), રિતિકા ધરમવીર બાવરીયા (૬), નિતીન ધરમવીર બાવરીયા (૪), રાજુભાઈ બાવરીયા (૫૦) અને પાર્વતીબેન રાજુભાઈ બાવરીયા (૧૮) નામના જોડિયા તાલુકાના જીરાગઢ ગામે રહેતા સાત લોકોને ઈજાઓ થતા ગઇકાલે સાંજના છએક વાગ્યાના અરસામાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં મધુસારેન દમનસારેન નામના ૨૨ વર્ષીય યુવાનને યુનિટ નજીક કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે સિવિલે લવાયો હતો.






Latest News