મોરબીના માજી ધારાસભ્યના આંગણે વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન: બહેને જવતલ હોમી ભાઈની ગરજ સારી
મોરબી અને વાંકાનેર શહેરમાંથી રાત્રિ કરફ્યુ હટાવાયો
SHARE
મોરબી અને વાંકાનેર શહેરમાંથી રાત્રિ કરફ્યુ હટાવાયો
મોરબી અને વાંકાનેર શહેરમાં અગાઉ સરકાર રાત્રિ કરફ્યુ અમલમાં મૂક્યો હતો જો કે, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મળી હતી જેમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને મોરબી તેમજ વાંકાનેર શહેર સહિતના શહેરોને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા અને ૧૧ ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર ૮ મહાનગરોમાં આગામી ૧૬ ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું છે