મોરબીમાં કલા મહાકુંભની નૃત્ય સ્પર્ધામાં નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાએ પ્રથમ
ટંકારાનું નવું બસ સ્ટેન્ડ શનિવારે લોકાર્પણ કરાશે
SHARE









ટંકારાનું નવું બસ સ્ટેન્ડ શનિવારે લોકાર્પણ કરાશે
મોરબી જિલ્લાના ટંકારામાં છેલ્લા ઘણા વર્ષોથી બસ સ્ટેન્ડ ન હતું જે બસ સ્ટેન્ડ બનાવવા માટેની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને ૧.૬૬ કરોડ રૂપિયાના ખર્ચે નવું બસ સ્ટેન્ડ તૈયાર કરી દેવામાં આવી છે અને આગામી શનિવારના રોજ રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રી દ્વારા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે
સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં છેલ્લા ઘણા વર્ષોથી બસ સ્ટેન્ડ ન હોવાથી બસ સ્ટેન્ડ બનાવવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી અને હાલમાં સરકાર દ્વારા ૧.૬૬ કરોડ રૂપિયાના ખર્ચે ટંકારામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર ઓવર બ્રિજ બનાવવા માટેનું કામ ચળું છે ત્યાં નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જેમાં તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને ખાસ કરીને ત્યાં મુસાફરોને બેસવા માટે, શોચલય સહિતની સુવિધા આપવામાં આવી છે અને આ નવા બસ સ્ટેન્ડનું આગામી શનિવારના રોજ રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રીના હસ્તે ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવશે
