મોરબીના રણછોડનગર વિસ્તારમાં માથાના દુખાવા સમાન ઊભરાતી ગટર મુદદે આપ અને સ્થાનીકોએ આપ્યુ આવેદન
SHARE









મોરબીના રણછોડનગર વિસ્તારમાં માથાના દુખાવા સમાન ઊભરાતી ગટર મુદદે આપ અને સ્થાનીકોએ આપ્યુ આવેદન
મોરબી નગરપાલિકા વિસ્તારમા આવતા રણછોડનગર-૨ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઊભરાવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે અને ગટર ઉભરાવાના કારણે નાના મોટા અકસ્માત તેમજ ગંદકીના લીધે રોગચાળાએ પણ માજા મૂકી છે પણ નિમભર તંત્ર ક્યારે જાગશે તેવી માંગ સ્થાનીક લોકો દ્વારા કરવામા આવી રહી છે.આગામી દિવસોમા જો ગટરની સમસ્યાના પ્રશ્નનું નિરાકરણ કરવામા નહિં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશુ અને અનેકવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ કરવામાં અધિકારીઓ ખો આપી રહ્યા હોવાની પણ સ્થાનિક લોકોએ લેખીતમાં રજુઆત કરી છે.આ સમસ્યાના નિરાકરણ માટે આમ આદમી પાર્ટી મોરબીના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મોરબી શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન કક્કડ તેમજ સ્થાનિક લોકો દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
