મોરબીના રણછોડનગર વિસ્તારમાં માથાના દુખાવા સમાન ઊભરાતી ગટર મુદદે આપ અને સ્થાનીકોએ આપ્યુ આવેદન
મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં મોટી બરારની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
SHARE









મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં મોટી બરારની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભની ઉજવણી મૌ. મહંમદી લોકશાળા ચંદ્રપુર વાંકાનેર ખાતે કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાની કુલ ૩૫ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમાં મોડેલ સ્કૂલ મોટીબરારના વિદ્યાર્થીઓમાં ચિત્રકામ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધલેખન, એકપાત્રીય અભિનય અને કાવ્ય લેખન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને આ જુદીજુદી સ્પર્ધાઓમાં કુમરખાણીયા આરતી, ખડોલા વંશિકા, ઝાલા ઉર્વશી, નર્મદા ઝાલા, ડાંગર અવની, ડાંગર પ્રાંજલ વિજેતા થયેલ છે. જેથી આચાર્ય બી.એન.વિડજા તથા શાળાના સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે
