મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયત સદસ્યની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવાયો 


SHARE













ટંકારા તાલુકા પંચાયત સદસ્યની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવાયો 

રાજ્ય સરકાર દ્વારા શાળાના બાળકોની સતત દરકાર રાખવામાં આવે છે. શાળાઓમાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા શાળાના બાળકોની તંદુરસ્તી જાળવવા પ્રયત્નશીલ છે. બાળકોમાં પેટની બીમારી અને એનિમિયા જેવા રોગો તથા કુપોષણ માટે જવાબદાર કૃમિના નાશ માટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓ આંગણવાડી ઓ અને શાળા પર કે અંગળવાડી પર ન જતા હોય એવા બાળકોને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આલબેન્ડાઝોલ નામક દવા આપવામાં આવે છે. ત્યારે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય ચાર્મીબેન સેજપાલ દ્વારા ટંકારા ગામે આરોગ્ય વિભાગ અને આશા વર્કર અને ગ્રામજનોની હાજરીમાં કૃમિનાશક દિવસ અંતર્ગત સંક્રમણ અટકાવવા કૃમિનાશકનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ગ્રામ પંચાયત સદસ્ય દામજીભાઈ ઘેટીયા, ટંકારા તાલુકા મહિલા મોરચાના સોનલબેન બારૈયા બાળકો તેમજ આરોગ્ય સ્ટાફ વગેરે લોકો હાજર રહ્યા હતા.




Latest News