ટંકારા તાલુકા પંચાયત સદસ્યની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવાયો
મોરબી જિલ્લા કક્ષાના કલામહાકુંભમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો ડંકો
SHARE









મોરબી જિલ્લા કક્ષાના કલામહાકુંભમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો ડંકો
મોરબી સાર્થક વિધામંદિરના વિધાર્થીઓએ જિલ્લાની કલામહાકુંભ તેમજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૨ માં ભાગ લીધો હતો અને જુદી જુદી કૃતિઑ રજૂ કરવામાં આવી હતી જેમાં દુહા-છંદ-ચોપાઈમાં મૂંધવા શુભમ ઘોઘાભાઈ, લોકવાર્તામાં ગઢવી આદિત્ય દીપસિંહ, વાદ્ય સંગીત ઢોલમાં રાણપરા હરીશ રાજેશભાઇ, વકતૃત્વ સ્પર્ધામાં પીપળીયા પલક જગદીશભાઈ, નારણીયા વ્યોમ મયુરભાઈ, ભલાણી રિધ્ધી નિલેશભાઈ, લોક નૃત્યમાં સાર્થક આદ્યશક્તિ ગ્રૂપ, નિબંધ સ્પર્ધામાં કંસારા હેત હિતેશભાઈ અને કાથરાણી સાક્ષી, એકપાત્રિય અભિનયમાં મઢવી દેવશ્રી ભાવેશભાઈ અને પીપળીયા એંજલ જગદીશભાઈ, સર્જનાત્મક કલા બાલાસરા દ્રષ્ટિ બિપીનભાઈ અને સોલંકી હેમાંગ કૌશિકભાઈ, ભજનમાં ત્રિવેદી અનેરી અશિષભાઈ, સમૂહ ગીતમાં મકવાણા સંજના નિતિનભાઈ, ગુંદિગરા ભવ્યતા રવિભાઈ, વારનેશિયા ખુશી જયંતીભાઈ, ફુલતરીયા આશા ભરતભાઇ અને હાસાણી દ્રષ્ટિ મહેશભાઈ, બાળપ્રતિભા શોધ સમૂહ ગીતમાં ત્રિવેદી અનેરી અશિષભાઈ, ગોહિલ તન્વીબા ભગીરથસિંહ, બારેજીયા દ્રષ્ટિ શંકરભાઇ, કડીવાર કરણ હરેશભાઇ, પાલિયા રવુભા દિલીપભાઈ, બાળપ્રતિભા શોધ લગ્ન ગીતમાં ત્રિવેદી અનેરી આશિષભાઈ, ગોહિલ તન્વીબા ભગીરથસિંહ, બારેજીયા દ્રષ્ટિ શંકરભાઇ અને ભલાણી રિધ્ધી નિલેશભાઈ, બાળપ્રતિભા શોધ લોક ગીતમાં ગઢવી આદિત્ય દીપસિંહ, કડીવાર કરણ હરેશભાઇ અને પાલિયા રવુભા દિલીપભાઈ વિજેતા થયેલ છે અને આ વિદ્યાર્થીઓ પ્રદેશ કક્ષાએ મોરબીજીલ્લાનું ત્યારે સાર્થક વિધામંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ શાળાપરિવારે તમામને શુભેચ્છાઓ પાઠવી છે
