વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસની ગતિ વણથંભી રાખવા માટે સતત ચિંતા કરાઇ રહી છેઃ મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા


SHARE







મોરબીમાં વિકાસની ગતિ વણથંભી રાખવા માટે સતત ચિંતા કરાઇ રહી છેઃ મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબી તાલુકાના ભડિયાદ ગામના નજરબાગથી ફિલ્ટર હાઉસ રોડનું ખાતમૂહુર્ત રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું અને ભડિયાદ ગામના નજરબાગથી ફિલ્ટર હાઉસ રોડ ૧.૨ કિ.મી. લંબાઇ અને ૫.૫૦ મીટર પહોળાઇનો સી.સી. રોડ રૂપિયા ૯૩.૧૩ લાખ રૂપિયાનો ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે ત્યારે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં વિકાસની ગતિ વણથંભી રાખવા માટે સતત ચિંતા કરવામાં આવી રહી છે. અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના છેવાડાના માનવીના કલ્યાણની કલ્પનાને સાકાર કરવા અમે સૌ સક્રિય છીએ આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રા, આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયા, જિલ્લા પંચાયતના સભ્ય હંસાબેન પારધી મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા, ગોરધનભાઇ સોલંકી, કાનજીભાઇ ચાવડા, સુરેશભાઇ શિરોહીયા, ગૌતમભાઇ સોલંકી, સરપંચ મંજુલાબેન ચૌહાણ, ઉપસરપંચ જયંતિભાઇ અઘારા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, કાર્યપાલક ઈજનેર એ.એન. ચૌધરી સહિતના લોકો હાજર રહ્યા હતા             






Latest News