વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનમાં મંત્રી બ્રિજેશભાઇની રજૂઆતો બાદ સુવિધાઓ વધારો


SHARE







મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનમાં મંત્રી બ્રિજેશભાઇની રજૂઆતો બાદ સુવિધાઓ વધારો

મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશનની મુલાકાત લઇ તેમના દ્વારા કરવામાં આવેલ રજૂઆત બાદ થયેલ કામગીરીનું અવલોકન કર્યું હતું. મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી-માળીયાના ધારાસભ્ય તરીકે કેન્દ્ર સરકારમાં નજરબાગ રેલવે સ્ટેશનના રીનોવેશન તેમજ અન્ય સુવિધાઓ અને વિકાસ કાર્યો માટે રજૂઆતો કરી હતી. આ રજૂઆતોને પગલે નજરબાગ રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો ઉમેરો થતાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા નજરબાગ રેલવે સ્ટેશન ખાતે ગુરુવારે મંત્રીની મુલાકાત વેળાએ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, મોરબી પાલિકાના માજી સભ્ય સુરેશભાઇ શિરોહીયા સહિત સ્થાનિક અગ્રણીઓ નજરબાગ રેલવે સ્ટેશને હાજર રહ્યા હતા.




Latest News