ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્ય મોરબી જિલ્લાના પ્રવાસે
મોરબીના મહેન્દ્રનગર ચોકડીના ઓવરબ્રિજનું રવિવારે મંત્રી કરશે ખાતમૂહુર્ત
SHARE









મોરબીના મહેન્દ્રનગર ચોકડીના ઓવરબ્રિજનું રવિવારે મંત્રી કરશે ખાતમૂહુર્ત
મોરબી-માળીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી તા. ૧૩ ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. આગામી તા. ૧૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે મોરબીના મહેન્દ્રનગર ચોકડીના ઓવરબ્રિજના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશભાઇ મોદી તથા પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ પણ ઉપસ્થિત રહેનાર છે.
