મોરબી સિવિલમાં MRI મશીન મુકો-બંધ પડેલ સીટી સ્કેન મશીન ચાલુ કરવો: રમેશ રબારી
મોરબીમાં ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાશે
SHARE









મોરબીમાં ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાશે
હું ગુજરાતનો મારી ભાષા ગુજરાતી, મારાં સ્વાસ્થ્યનો આધાર ગુજરાતી રસોઈ, રસોઈ ઘરનાં દ્ર્વ્યોમાં છે ઔષધીઓનો ભંડાર માટે રસોઇ ઘરના કોઈપણ બે દ્રવ્યોનાં ઔષધીય ગુણ સમજાતાો શોર્ટ વિડીયો બનાવીને ઘરં બેઠાં સ્પર્ધામાં ભાગ લેવાં આહવાન કરાયેલ છે.
ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારાં માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર કેજે ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ-મોરબી ખાતે કાર્યરત છે તેના દ્વારાં આગામી તા.૨૧ ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ જેના માટે કહેવાય છેકે "માતા, માતૃભૂમિ અને માતૃભાષા બધાની મહાન, મને મળી માતૃભાષા ગરવી ગુજરાત" આપણાં સ્વાસ્થ્યનો આધાર ગુજરાતી રસોઈ અને આપણાં રસોઈ ઘરનાં દ્ર્વ્યો છે ઔષધીઓનો ભંડાર માટે તે પૈકી કોઈપણ બે દ્રવ્યોનાં ઔષધીય ગુણ સમજાવાના રહેશે. રસોઈ ઘરનાં દ્રવ્યો જેમ કે રાય, મેથી, હળદર, મરચું, મીઠું, ધાણા, જીરું, તમાલપત્ર, લવિંગ, તજ, ગોળ, હીંગ, લસણ, તેલ વગેરે.. વગેરે.માંથી કોઈપણ બે દ્રવ્યોનાં ઔષધીય ગુણ અંગે ઘરે બેઠાં શોર્ટ વિડીયો બનાવીને કેટેગરી 1 (ધો.1,2,3,4 ) એક થી બે મીનીટ, કેટેગરી-2(ધો.5,6,7,8) બે થી અઢી મિનીટ, કેટેગરી-3 (ધો9,10,11,12) બે થી ત્રણ મીનીટ અને કેટેગરી-4 (કૉલેજનાં વિધાર્થીઓ,શિક્ષકમિત્રો તથા વાલીઓ) બે થી ત્રણ મીનીટ મોકલવાનો રહેશે.ઉપરોકત રસોઈ ઘરનાં દ્રવ્યોનાં ઔષધીય ગુણનો યોગ્ય ઉત્તરનો વિડીયો બનાવી બનાવીને તા.૨૧-૨ રાતના નવ સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેન ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇપણ એક જ નંબર ઉપર મોકલી આપવા યાદીમાં જણાવાયેલ છે."મને ફાકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે" કવિ નર્મદના આ શબ્દો સૌ ગુજરાતીઓએ યાદ રીખવા જોઇએ.
