વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા(મી)માંથી સિંગલ બેરલની જામગરી બંદુક સાથે એક શખ્સની ધરપકડ


SHARE







માળીયા(મી)માંથી સિંગલ બેરલની જામગરી બંદુક સાથે એક શખ્સની ધરપકડ

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનની હદમાંથી ગેરકાયદેસર સિંગલ બેરલની જામગરી બંદુક સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની સામે આર્મ્સ  એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયાના કોન્સટેબલ ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા તથા ભગીરથસિંહ વિજયસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે માળીયા (મી)ના વાડા વિસ્તાર ફાટકથી આગળ વાડા વિસ્તાર તરફ જવાના રસ્તે આરોપીના હવાલાવાળી કારમાથી ગેરકાયદે સિંગલ બેરલની જામગરી બંદુક મળી આવી હતી જેથી પોલીસે આરોપી ઇકબાલભાઇ ઇલીયાસભાઇ ભટ્ટી જાતે મિયાણા (ઉ.૩૬) રહે. ભટ્ટીની વાંઢ વાડા વિસ્તારની પાછળ માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૩૦૦૦ ની કિંમતની બંદૂક તેમજ અલ્ટો કાર નં જીજે ૩૬ ૮૨૩૦ જેની કિંમત એક લાખ રૂપિયા આમ કુલ મળીને ૧,૦૩,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો છે આ કામગીરી પીએસઆઈ બી.ડી.જાડેજા, ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા, ગીરીશભાઇ મારૂણીયા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, સંજયભાઇ દીલીપભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ભુપતસિંહ ચુડાસમા, યુવરાજસિંહ નીરુભા જાડેજા, ભગીરથસિંહ વિજયસિંહ ઝાલાએ કરી હતી.






Latest News