માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

હળવદમાં ખોટા કંમ્પ્લીસન સર્ટી- એપ્રુવલ મેળવી SBIમાંથી હોમ લોન લઈને બેંક-સરકાર સાથે ૯૧ લાખની છેતરપિંડી: મહિલા સહિત સામે ફરિયાદ


SHARE

















હળવદમાં ખોટા કંમ્પ્લીસન સર્ટી- એપ્રુવલ મેળવી SBIમાંથી હોમ લોન લઈને બેંક-સરકાર સાથે ૯૧ લાખની છેતરપિંડી: મહિલા સહિત સામે ફરિયાદ

સરકાર દ્વારા ઘર વિહોણા લોકોનું ઘરના ઘરનું સપનું સાકર થાય તે માટે સબસિડી આપવામાં આવે છે જો કે, કેટલાક ગઢીયાઓ તેમ પણ ગોલમાલ કરીને સરકાર તેમજ બેન્કની સાથે છેતરપિંડી કરે છે આવી જ રીતે હળવદમાં આવેલા એસ.બી.આઇની મેઇન બ્રાન્ચમાંથી હોમ લોનના નામે ૮૩ લાખથી વધુની રકમ લેવામાં આવી હતી અને અમુક રકમ ભરવામાં આવ્યા પછી બાકીની રકમ ભરવામાં આવેલ નથી જેથી કરીને બાકીની રકમ તેમજ વ્યાજ મળીને ૯૧ લાખ રૂપિયાની છેતરપિંડી સરકાર તેમજ બેન્કની સાથે કરવામાં આવી છે જેથી કરીને બેંકના મેનેજર દ્વારા હાલમાં મહિલા સહિત સાત સામે ફરિયાદ નોંધવાતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં સાનિધ્ય બંગ્લોજ-૨ રાણેકપર રોડ ઉપર રહેતા અને એસ.બી.આઇની મેઇન બ્રાન્ચ મેનેજર જીતેન્દ્રકુમાર સુગ્રીવપ્રસાદ સિહ (ઉ.૪૫) એ હાલમાં જગદિશભાઈ મનસુખલાલ ઠક્કર, શીલ્પાબેન દીપેનભાઈ ઠક્કર, દીપેનભાઈ જગદિશભાઈ ઠક્કર બન્ને રહે. ત્રણેય રબારીવાસ સુમરાવાસ હળવદ તથા હરીનભાઈ રમેશભાઈ કારીયા અને હર્ષદભાઈ રમેશભાઈ કારીયા રહે. બંને ખારાઘોડા રેલ્વે સ્ટેશન વાળી લાઈન સુરેન્દ્રનગર તેમજ રાજેશભાઈ કાંતીલાલ કોટેચા રહે. રામાપીર મંદિર કરાચી કોલોની હળવદ અને મીતેશ કડીયા બેંક કર્મચારી રહે. હળવદ વાળા સહિતનાની સામે સરકાર તેમજ બેન્કની સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે અને આ આરોપીઓએ તા. ૧૧/૦૮/૨૦૧૬ થી આજદિન સુધી આ કામના આરોપીઓ હળવદ એસ.બી.આઈ. બેન્કમાંથી જુદી જુદી તારીખ સમયે હોમ લોનની માંગણી કરી અલગ અલગ તારીખ સમયે આરોપીઓને હળવદ એસ.બી.આઈ. બેન્કમાંથી કુલ રૂપિયા ૮૩,૯૫,૦૦૦ ની હોમ લોન મેળવી હતી. 

જે પૈકી ૧૪,૭૬,૦૦૦ બેન્કમાં જમા કરાવી તેમજ ૬૯,૧૯,૦૦૦ તથા બેંન્ક વ્યાજ ૨૧,૮૧,૦૦૦ કુલ મળીને ૯૧,૦૦,૦૦૦ રૂપિયા આજદીન સુધી નહી ભરી આરોપીઓએ જે સ્થળ અને સર્વે નંબર ઉપર હોમ લોન મળવેલ તે સ્થળ અને સર્વે નંબર ઉપર મકાન નહી બનાવી તથા આરોપી દીપેનભાઈ જગદિશભાઈ ઠક્કરએ લોનની વેલ્યુએશન કરતા ઓછુ બંધકામ કરી કોન્ટ્રાકટર, નગરપાલીકા તથા આરોપી મીતેશ કડીયા સાથે મળી ખોટા કંમ્પ્લીસન સર્ટી તથા એપ્રુવલ મેળવી લીધા હતા અને તમામ આરોપીઓએ લોન મેળવી તથા સબસીડી મેળવી લોન ભરી નથી અને બેંન્ક તથા સરકાર સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરી છે અને આ ગુન્હામાં એકબીજાની મદદગારી કરી છે જેથી કરીને બેંકના મેનેજરે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આઇ.પી.સી કલમ ૪૦૬, ૪૨૦, ૪૦૯ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News