વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં મહિલાના ઘરમાં ઘૂસીને પડોશીએ ઘર પાસે પાણી કેમ કાઢે છે કહીને પાઇપ વડે માર માર્યો


SHARE







મોરબીના વજેપરમાં મહિલાના ઘરમાં ઘૂસીને પડોશીએ ઘર પાસે પાણી કેમ કાઢે છે કહીને પાઇપ વડે માર માર્યો

મોરબી વજેપર શેરી નંબર ૧૭ માં રામાપીરના મંદીર પાસે રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને તેના પડોશી યુવાને 'ઘર પાસે પાણી કેમ કાઢે છે..?' તેમ કહીને લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાની ફરીયાદ ઉપરથી પોલીસે હુમલાખોર યુવાન સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વજેપર શેરી નંબર ૧૭ માં રામાપીરના મંદીર પાસે રહેતા ભાવનાબેન ભુપતભાઈ માવજીભાઈ ખાણધર જાતે સતવારા (ઉમર ૪૦) એ પાડોસમાં જ રહેતા નિલેશભાઈ અરજણભાઈ સતવારા રહે. વજેપર શેરી નંબર ૧૭ રામાપીરના મંદીર પાસેની સામે સીટી એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ જણાવ્યુ છે કે, તેમની પાડોસમાં રહેતા નિલેશ સતવારાએ ઘરમાં ઘુસીને “મારા ઘર પાસે કેમ પાણી કાઢે છે..?” તેમ કહિને જેમ ફાવે તેમ ગાળો આપીને તેના હાથમાં રહેલ લોખંડના પાઈપ વડે ભાવનાબેનને માથામાં એક ઘા માર્યો હતો અને ગંભીર ઈજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી પોલીસે મહિલાની ફરિયાદ લઈને આઇપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતી-સગીર યુવાન સારવારમાં

મોરબીના માળિયા મિંયાણામાં રહેતાં સલમાબેન કરીમભાઈ મોવર નામની ૧૮ વર્ષીય અપરિણીત યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી જેને પગલે બનાવની જાણ થતા સીટી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ અર્થે માળીયા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.તે રીતે જ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા યશ સવજીભાઇ ભીમાણી નામના ૧૫ વર્ષીય સગીર વયના યુવાને ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે રમતા રમતા ભૂલથી ઝેરી દવા પીવા જતા યશ ભીમાણીને સારવારમાં ખસેડાયો છે.






Latest News