વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયુ


SHARE







મોરબીના શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયુ

જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલિમ ભવન રાજકોટ ,મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી અને શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ મોરબી આયોજિત ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ઓનલાઇન મોડમાં યોજવામાં આવેલ હતુ આ પ્રદર્શનમાં મોરબી તાલુકાની બિનદાનિત અને સરકારી શાળાઓની કૂલ ૫૮ શાળામાંથી ૨૩ શાળાઓએ ભાગ લીધો હતો આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ  પ્રદર્શનમાં મૂલ્યાંકનકાર તરીકે હરી નકલંગ વિદ્યાલય બગથળાના અશોકભાઇ કામરિયા અને ખરેડા માધ્યમિક શાળાના ડો. રીતેશભાઈ અઘારાએ નિષ્પક્ષ રીતે અવલોકન કરી એક ઉત્તમ નિર્ણાયક તરીકે ફરજ બજાવેલ હતી આ પ્રદર્શનમા તમામ ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા, સંકુલના સંયોજક નરેશભાઈ સાણજા, સહ સંયોજક અતુલભાઈ પાડલિયા, અને ડીઇઓ કચેરીના ભાવેશભાઈ ભાલોડીયા તથા મોરબી તાલુકાની તમામ શાળાના આચાર્યો દ્વારા શુભેચ્છા આપવામાં આવેલ હતી અને જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા શુભેચ્છા આપી હતી. જે જુદાજુદા વિભાગ હતા તેમાં પ્લાસ્ટિકની આવેજીમાં વસ્તુનો ઉપયોગમાં મોરબી નવયુગ વિદ્યાલય, મનુષ્યના શ્વસન તંત્રમાં ઉરોદરપટલનું કાર્યમાં મોરબી નિર્મલ વિદ્યાલય, My App : My Studyમાં મોરબીની ધી.વી.સી ટેકનિકલ હાઈસ્કૂલ, રાસાયસીક પાણીનું પ્રદૂષણ નિવારણમાં મોરબી ક્રિષ્ના સ્કૂલ અને સોલર પંપમાં મોરબી સ્વામિનારાયણ ગુરુકુળની કૃતિઓ વિજેતા બનેલ છે






Latest News