મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામગઢ ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું મોત


SHARE







હળવદના ઘનશ્યામગઢ ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ઘનશ્યામ ગઢ ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીકામ કરતાં વડોદરાના આદિવાસી યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ઘનશ્યામ ગઢ ગામે જીતુભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતાં ખાજરભાઈ પિંગલાભાઈ જામસિંગભાઇ બારીયા જાતે આદિવાસી મૂળ રહે.સેડાલ તા.વાઘોડીયા જી.વડોદરા વાળાએ ગઈકાલ તા.૧૫ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા અહીં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને ખાજરભાઇ આદીવાસીને મૃત જાહેર કર્યો હતો અને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વી.પી.છાસીયાએ બનાવની નોંધ કરીને ખાજરભાઈ આદિવાસીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું..? તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સોનેટ સીરામીક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાગ્રસ્ત રામનારાયણ રમેશભાઇ વર્મા નામના ૪૮ વર્ષીય મજુર યુવાનને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે રામનારાયણને તેના નાના ભાઈ દેવસિંગ સાથે મજૂરીના પૈસા બાબતે ઝઘડો થયો હતો જેમાં નાના ભાઈ દ્વારા માર મારવામાં આવતા તેને સારવાર માટે લાવવામાં આવ્યો છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા માળીયા ફાટક નજીક રહેતા કાસમ સલેમાનભાઈ ભટ્ટી નામના ૩૫ વર્ષીય યુવાનને માળીયા ફાટક પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતો હિતેશ દિલીપભાઈ માલણીયાત નામનો ૨૦ વર્ષીય યુવાન ઘરેથી કામ ઉપર જતો હતો ત્યારે જેતપર ગામની જાકાસણીયા હાઈસ્કૂલ પાસે રોડ ઉપરના ખાડાના લીધે બાઈકને બ્રેક મારતા તેનું બાઇક સ્લીપ થઇ ગયું હતું જેથી ઇજાગ્રસ્ત હિતેષન સારવાર માટે મોરબી ખસેડાયો હતો.






Latest News