મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ વાત્સલ્ય દિવસ તરીકે વેલેન્ટાઈન ડે ઉજવ્યો 


SHARE











મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ વાત્સલ્ય દિવસ તરીકે વેલેન્ટાઈન ડે ઉજવ્યો 

અહીંની નવયુગ બી.બી.એ.કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તા.૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ની ઉજવણી વાત્સલ્ય દિવસ તરીકે કરવામાં આવી હતી.જેમાં આજુબાજુના કારખાનામાં કામ કરતા શ્રમિકોના ૨૦ જેટલા બાળકોને એક દિવસના નવયુગ કોલેજના મહેમાન બનાવવામાં આવ્યા હતા તેમજ જ્ઞાન સાથે ગમ્મત કરાવવામાં આવી હતી.દરેક બાળકોએ નવયુગ શૈક્ષણિક સંકુલમાં હીંચકા, લપસણી, દરેક રાઇડમાં બેઠા હતા અને બાળપણનો આનંદ ઉઠાવ્યો હતો તેમજ જ્ઞાન સાથે ગમ્મતના એક પિરિયડનો પણ આનંદ માણ્યો હતો.

બાળકોએ પોતાનું મનપસંદ પૌષ્ટિક આહારનો સ્વાદ માણ્યો હતો તેમજ દરેક બાળકોને નવયુગ બી.બી.એ. કોલેજ દ્વારા શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી.નવયુગ બી.બી.એ. કોલેજ દ્વારા વાત્સલ્ય દિનની ઉજવણી નવયુગ કોલેજના પ્રમુખ પી.ડી કાંજિયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડો.હિરેન મહેતા, પ્રો.ભાવેશ ચોલેરા, પ્રો.અંજનાબેન ભોરણીયા, પ્રો.જાનકીબેન કાલાવડીયા, પ્રો.દિવ્યા, પ્રો.દિવ્યાબેન નાડા, પારુલબેન પટેલ, શ્રદ્ધાબેન મોરડીયા, એડમીન વિભાગમાંથી એડમીન હેડ શક્તિભાઈ જોશી અને સિનિયર ક્લાર્ક સતિષભાઈ ગઢવી તેમજ નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.નવયુગ શૈક્ષણિક સંકુલ મોરબીમાં વેલેન્ટાઇલ દિવસની અલગ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતા-પિતાની પૂજા તેમજ પ્રકૃતિની પૂજા કરવામાં આવેલ.આ દિવસે ત્રણ વર્ષ પહેલાં બનેલા પુલવામાં બનાવ નિમિતે વાલીમાંથી એકસ આર્મી હતા તેમને આમંત્રણ પાઠવીને તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફમીત્રોએ જહેમત ઉઠાવેલ તેમજ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ પ્રેરણા પુરી પાડી હતી.






Latest News