દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન મોરબીમાં છોકરાના ઝઘડામાં યુવાનને મહિલા સહિત 3 લોકોએ ધોકા વડે મારમાર્યો જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એ સિડ પી જતાં સારવારમાં ટંકારાના ગજડી ગામે વાડીએ ભૂલથી ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકા દ્વારા વેપારીઓની દુકાનોમાંથી ૬૫ કિલો પ્રતિબંધીત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને આયખુ ટુંકાવ્યુ : પીપળી નજીક કારખાનાની કોલોનીમાં કોઈપણ કારણોસર યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની જુદી જુદી શાળાઓમાં વડીલોના પૂજન કરી વાત્સલ્ય દિવસ ઉજવાયો


SHARE







મોરબીની જુદી જુદી શાળાઓમાં વડીલોના પૂજન કરી વાત્સલ્ય દિવસ ઉજવાયો

જીગ્નેશ દ્વારા મોરબી તથા છોડ ફોટો મેટર મોરબીની જુદી જુદી શાળાઓમાં વાત્સલ્ય દિવસ તરીકે વેલેન્ટાઇન ડે નિમિત્તે વડીલોના પૂજન કરવામાં આવ્યા હતા.

મોરબીની સરકારી તેમજ ખાનગી શાળાઓમાં વાત્સલ્ય દિવસ તરીકે વડીલોના પૂજન કરીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી આ નવો ટ્રેન્ડ જિલ્લાભરમાં જોવા મળ્યો હતો.જેમાં નવયુગ કોલેજ અને નવયુગ વિદ્યાલય ખાતે તેમજ સામાકાંઠે સાર્થક વિદ્યાલય સહિતની ખાનગી શાળાઓ તેમજ સરકારી શાળાઓમાં વડીલોના પૂજન કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા વડીલોના પૂજન કરી વેલેન્ટાઇન ડે નહીં પણ વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.શહેરના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે જન્મદિવસ યજ્ઞ યોજવામાં આવ્યા હતા અને તેની સાથોસાથ વાત્સલ્ય દિવસ નિમિત્તે શાળાએ આવેલા વિદ્યાર્થીઓ દ્વારા તેમના વાલીઓનું પૂજન કરીને વેલેન્ટાઈન ડે નહીં પણ વાત્સલ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો.

ભરતનગર શાળાના છાત્રો દ્વારા વડીલોનું પૂજન કરી વાત્સલ્ય દિવસની ઉજવણી

મોરબીની ભરતનગર શાળામાં બાળકો દ્વારા આજે વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ ઘરના વડીલોનું પૂજન કર્યું હતું.ભારતીય સંસ્કૃતિમાં માતા અને પિતાને દેવનું સ્થાન આપવામાં આવ્યું છે.તેમને માતૃદેવો ભવ: અને પિતૃદેવો ભવ:નું સન્માન આપવામાં આવે છે.તો આવા દેવ સમાન માતા-પિતાનું સન્માન કરવું એ આપણી નૈતિક ફરજ બને છે.આજના દિવસે ભરતનગર શાળાના નાના ભૂલકાઓએ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા ઘરના વડીલોનું પૂજન કર્યું હતું. તેમણે માતા-પિતાને કુમકુમ લગાવી,આરતી ઉતારી અને ચરણસ્પર્શ કરી અનોખી પહેલ કરી હતી.

શ્રી બંધુનગર પ્રાથમિક શાળામા માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી

આજે જ્યારે યુવાનો વેલેન્ટાઇન ડે ઉજવે છે ત્યારે બાળકો માતા પિતા ના તેમના પ્રત્યે ના ત્યાગ થી પરિચિત થાય અને ભારતીય સંસ્કૃતિ નો ઉત્કર્ષ થાય તે હેતુ થીર માતૃ પિતૃ વંદન અને પૂજન કાર્યક્રમ યોજાઈ ગયો એવું શાળા ના આચાર્ય શ્રી અમૂલ જોષી એ જણાવ્યું હતું.આ સાથો સાથ માતૃ પિતૃ પૂજન દિવસ ની ઉજવણી નિમિતે શાળા ના આચાર્ય શ્રી અમૂલ જોષી એ બાળકો ને વેફર અને બિસ્કિટ નો અલ્પાહાર કોરોના ગાઈડ લાઈન મુજબ કરાવ્યો હતો.




Latest News