મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અટલ લેબનું રાજ્ય મંત્રી કરાશે ઉદ્ઘાટન
માળિયા(મી)ના ખાખરેચી-ઘાંટીલામાં ફ્રી નિદાન કેમ્પ યોજાશે
SHARE









માળિયા(મી)ના ખાખરેચી-ઘાંટીલામાં ફ્રી નિદાન કેમ્પ યોજાશે
માળિયા (મિં) તાલુકામાં મોરબીની NABH તથા કોર્પોરેટ કક્ષાની સુવિધા આપતી મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પીટલના નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને માળિયાના ખાખરેચી અને ઘાંટીલા ગામે આ ફ્રી નિદાન કેમ્પ યોજાશે
આગામી તા.૨૭-૨ ને શનિવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૧ કલાકે બજરંગ વાડી નારાયણ નગર, ખાખરેચી તથા સવારે ૧૧:૩૦ થી બપોરના ૧ વાગ્યા સુધી જૈન ઉપાશ્રય શક્તિ પ્લોટ, ઘાંટીલા ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ડો.પરાગ વામજા, ડો.યશરાજસિંહ ઝાલા, ડો.કૌશલ ચિખલીયા, ડો.મીતા મેરજા સહિતના ડોક્ટર સેવા આપશે અને કેમ્પની વધુ માહિતી માટે મો. ૯૫૧૨૫ ૩૩૧૩૩ ઉપર સંપર્ક કરવા જણાવ્યૂ છે
