મોરબીના દીકરાના જન્મદિન-લગ્નની વર્ષગાંઠની મેડિકલ કેમ્પ સાથે કરાઇ અનોખી ઉજવણી
SHARE









મોરબીના દીકરાના જન્મદિન-લગ્નની વર્ષગાંઠની મેડિકલ કેમ્પ સાથે કરાઇ અનોખી ઉજવણી
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચંદ્રેશનગરમાં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા દર્શનભાઈ ભટ્ટ અને તેના પત્ની રૂચિતાબેનના લગ્નની વર્ષગાંઠ અને દિકારા રુદ્રના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને તેના ભાગ રૂપે મોરબી તાલુકાનાં વનાળિયા ગામે ડો. હસ્તીબેન સાથે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો ૧૮૦ દર્દીએ લાભ લીધો હતો અને તેઓના દર્દનું નિદાન કરીને દવા પણ આપવામાં આવી હતી આ કેમ્પમાં કેતન મેહતા, ડો. સુરેશભાઈ (સિવિલ હોસ્પિટલ મોરબી), સહદેવસિંહ ઝાલા (ઓમ લેબ) સહિતનાએ સેવા આપી હતી અને આ કેમ્પને સફળ બનાવવામાં ચંદ્રલેખાબેન, રશ્મિભાઈ, ઋચિતાબેન, કોઠારીભાઈ, જીગર ભટ્ટ, સરપંચ અબ્દુલભાઈ સુમરા, હુસેનભાઇ સુમરાએ જહેમત ઉઠાવી હતી.
