મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર બાળ કિશોરને કબ્જામાં લેવાયો


SHARE







મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર બાળ કિશોરને કબ્જામાં લેવાયો

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાં મજૂરી કામ કરીને રોજગારી મેળવવા માટે છોટાઉદેપુરથી આવેલા મજુર પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવેલ હતું જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ, બળાત્કાર તેમજ પોકસો એકટ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પોલીસે કબ્જામાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

મોરબીમાં ઉદ્યોગ અને ખેતીમાં રોજગારી માટે બહારથી મજુર પરિવારો મોરબી આવતા હોય છે અને અહીંયા રોજગારી મેળવતા હોય છે તેવી જ રીતે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાં રોજગારી મેળવવા માટે છોટાઉદેપુરનો એક પરિવાર મોરબી આવ્યો હતો અને તે પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હતુ.જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અપહરણ, બળાત્કાર તેમજ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરેલ હતી અને આ ગુનામાં સગીરાનુ અપહરણ બાળ કિશોર દ્વારા કરવામાં આવ્યું હોવાથી હાલમાં તાલુકા પીઆઇ વિરલ પટેલ દ્રારા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર અને તેની સાથે મળી આવેલ સગીરાને કબ્જામાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતા શીતલબેન ધનંજયભાઈ વેરાણા નામની ૩૫ વર્ષીય મહિલાએ સરતાનપર રોડ ઉપર ટીટા ચોકડી તરીકે ઓળખાતી જગ્યાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જે બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ વાકાનેર તાલુકા પોલીસ મથકની હદનો હોય ત્યાં આ અંગે જાણ કરી હતી.જ્યારે મોરબી તાલુકાના ખાખરાળા ગામના વતની કાસમભાઈ સાલેમામદભાઈ સુમરા નામના પચાસ વર્ષીય આધેડ બાઈક લઈને મોરબીના નગર દરવાજા ચોકની પાસેથી જતા હતા ત્યાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત કાસમભાઈ સુમરાને સારવાર માટે અહીંની હોસ્પિટલે ખસેડાયા હતા.




Latest News