શંકાસ્પદ રીતે ખાતરની હેરાફેરી: મોરબીમાં યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો મોરબીના પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન સહિત 34 લોકો સાથે વિઝા-એર ટિકિટના નામે 14.89 લાખની છેતરપિંડી મોરબીમાં વિદેશી દારૂની જુદીજુદી 5 રેડમાં મોંઘીદાટ દારૂની બોટલ સહિત લાખોનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ મોરબી હળવદ રોડ ઉપર કારમાં દારૂની મહેફિલ કરતાં આપના બે આગેવાન દારૂની બેટલો સાથે પકડાયા મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર લોખંડની ખીલી વાળા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય લોરિયાની જામીન અરજી નામંજૂર
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં ગામે પરણિતાની છેડતી કરનારા શખ્સની ધરપકડ


SHARE













મોરબીના રફાળેશ્વરમાં ગામે પરણિતાની છેડતી કરનારા શખ્સની ધરપકડ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતી પરણિતાના પતિએ અગાઉ આરોપીના ભત્રીજા સામે એટ્રોસિટીનો કેસ કર્યો હતો જે બાબતનો ખાર રાખીને મહિલા કારખાનામાં હતી ત્યારે તેની આરોપીએ છેડતી કરી હતી અને તેણીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી જેથી પરણિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતી પરિણીતા રફાળેશ્વર ગામ પાસે આવેલ નળિયાના કારખાનામાં હતી ત્યારે આરોપી લખનસિંહ દરબારે ત્યાં આવીને તેણીની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ મહીલાનું બાવડું પકડીને તેની છેડતી કરીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી જેથી કરીને મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.વધુમાં ફરિયાદી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પતિએ અગાઉ આરોપીના ભત્રીજા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી જે બાબતનો ખાર રાખીને લખનસિંહ દરબારે ત્યાં આવીને તેણીની છેડતી કરી હતી.હાલમાં આ ગુનામાં એસટીએસસી સેલના ડીવાયએસપી મુનાફખાન પઠાણ દ્વારા લખનસિંહ પ્રવિણસિંહ ઝાલા જાતે દરબાર (ઉમર ૩૧) રહે.રફાળેશ્વર તા.જી.મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માત અને મારામારીમાં ત્રણને ઇજા

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કચ્છ જીલ્લાના મુન્દ્રાના રહેવાસી ચંદ્રજીત રાજેશ્વર પાલ નામના ૨૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ ધીરૂ વીરાભાઇ બાવાજી (૪૫) અને વિનું જોખમ ચાવડા (૨૬) નામના બે યુવાનોને ઈજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.






Latest News