મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત પુરાણકથાનું આયોજન


SHARE







મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત પુરાણકથાનું આયોજન

મોરબીના સામાકાંઠે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત પુરાણ કથાનું આયોજન કરવામાં આવેલ છે.ગઈકાલ તા.૨૩-૨ થી શરૂ થયેલ ભાગવત પુરાણ કથા આગામી તા.૧-૩ ને મહાશિવરાત્રી સુધી ચાલશે.કથા દરોજ બપોરે ૨ થી ૫ યોજાશે.જેનો લાભ લેવા માટે આયોજન સમિતિ દ્વારા સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

મોરબીના સામાકાંઠે એલ.ઇ.કોલેજના રોડ ઉપર આવેલા અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ શ્રી ભાગવત પુરાણ કથામાં વ્યાસપીઠેથી મહિલા કથાકાર બાળ વિદુષી માયાકુમારી જોશી (ગુરુ ભાવેશ્વરી માતાજી) કથાનું રસપાન કરાવશે.તા.૨૬-૨ ના રોજ સાંજના પાંચ વાગ્યે નંદ મહોત્સવ, તા.૨૭ ના સાંજે પાંચ વાગ્યે ગિરિરાજ પૂજા, તા.૨૮ ના સાંજે પાંચ વાગ્યે રૂકમણી વિવાહ તેમજ તા.૧-૩ ને શિવરાત્રીના દિવસે સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સાથે કથા વિરામ લેશે.તા.૧-૩ ને શિવરાત્રીના દિવસે કથા વિરામ લેવાની હોય તે દિવસે શિવરાત્રી નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે તે દિવસે કથાનો સમય સવારના આઠથી સાડા અગિયાર સુધીનો રહેશે ત્યાર બાદ મહાપ્રસાદ યોજાશે.




Latest News