ટંકારાના લજાઈ ગામે આવેલ કુમાર શાળાની વિદ્યાર્થિની રાજ્ય કક્ષાએ વિજેતા થતાં સન્માનીત કરાઇ
રાજ્ય કક્ષાએ કલા ઉત્સવની નિબંધ સ્પર્ધામાં મોટીબરારની મોડેલ સ્કૂલની વિદ્યાર્થિની નિલમ ડાંગરનો ડંકો
SHARE









રાજ્ય કક્ષાએ કલા ઉત્સવની નિબંધ સ્પર્ધામાં મોટીબરારની મોડેલ સ્કૂલની વિદ્યાર્થિની નિલમ ડાંગરનો ડંકો
માળીયા (મી) મોટી બરારની મોડેલ સ્કૂલના વિદ્યાર્થિની ડાંગર નિલમ જેઠાભાઈએ મોરબી જિલ્લાનું નેતૃત્વ લઈ રાજ્ય કક્ષાના કલા ઉત્સવ ૨૦૨૧-૨૨ માં ભાગ લીધો હતો. અને શિક્ષણ અને તાલીમ ભવન નવસારી ખાતે રાજ્ય કક્ષાની કલા ઉત્સવ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાયેલ હતી. જેમાં મોડેલ સ્કૂલની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ નિબંધ સ્પર્ધામાં ભાગ લઇ મોરબી જિલ્લાને ગૌરવાન્વિત કરતું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. તે બદલ GCERTના નિયામક ડૉ.દર્શનાબેન જોષીના હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આ વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મોરબી જીલ્લાનું અને મોડેલ સ્કૂલનું ગૌરવ વધારવા બદલ મોડેલ સ્કૂલ મોટીબરારના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવેલ છે
