મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૨૦ માં મકાન તૂટી પડતાં રાહદારી મહિલાનું મોત, બે ને ઇજા


SHARE







મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૨૦ માં મકાન તૂટી પડતાં રાહદારી મહિલાનું મોત, બે ને ઇજા

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં શેરી નંબ-૨૦ પાસે અચાનક મકાનનો એક ભાગ તૂટીને રસ્તા ઉપર પડ્યો હતો ત્યારે રાહદારી મહિલા ઉપર આ કાટમાળ તૂટી પડવાના કારણે તે મહિલાનું મોત નિપજયું છે અને બે વ્યક્તિઓને ઈજા થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી શહેરના અનેક વિસ્તારોની અંદર જર્જરિત મકાનો અને મોતના મચડા સમાન મકાનો ઊભાં છે જેને તોડી પાડવા માટેની અગાઉ અનેક વખત રજૂઆતો પાલિકામાં કરવામાં આવી છે તેમ છતાં પણ પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને આવા મકાન ઘણી વખત નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થતા હોય છે આવો જ ઘાટ આજે મોરબી મહેન્દ્રપરા વિસ્તારની અંદર સર્જાયો છે અને આ વિસ્તારની અંદર રહેલી નંબર-૨૦ માં ખૂણા ઉપર આવેલ જર્જરિત મકાનો કાટમાળ ધડાકાભેર તૂટી પડ્યો હતો ત્યારે રસ્તા ઉપરથી પસાર થતી મહિલા ઉપર આ કાટમાળ પડવાના કારણે તેને ગંભીર ઈજા થવાથી જીગ્નાક્ષાબેન અજીમઅલી જીવાણી (૪૫)નું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જોકે તેની દીકરી રૂકાશાનાબેન અજીમઅલી જીવાણી (૧૫) અને નીલમબેન અનિશભાઈ જીવાણી (૨૮)ને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે ખસેડાયા છે.




Latest News