મોરબીના વનાળીયા ગામે સરકારી શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓએ માટે સેમીનાર યોજાયો
માળીયાના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો
SHARE









માળીયાના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો
ભારતની આઝાદીને ઉજાગર કરતાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સહભાગી થઈ આઝાદીના લડવૈયાઓને આદરાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ગામના અગ્રણી સરપંચ સુરેશભાઈ ડાંગર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય તબીબ ડૉ. નિરાલીબેન, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી પધારેલ મદદનીશ શિક્ષણ નિરીક્ષક શૈલેષભાઈ મેરજા, આંગણવાડી સંચાલક, આશા વર્કર તથા પ્રાથમિક શાળાના સ્ટાફે હાજરી આપી હતી. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય હેઠળના ક્ષેત્રીય લોકસંપર્ક બ્યુરો કચ્છ-ભુજથી આવેલ કમલેશભાઈ મહેશ્વરીએ કાર્યક્રમનો હેતુ અને જરૂરી પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા મોડેલ સ્કૂલ મોટીબરારના આચાર્ય બી.એન.વીડજા તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. અને કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના શિક્ષક વર્ષાબેન મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.
