"રણ સરોવર" યોજના પર પાટીદાર રત્ન જયસુખભાઇની દિલ્હી ખાતે અલગ-અલગ મંત્રીઓ સાથે બેઠક યોજાઇ
ચાઈનાની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંપિંગ ડ્યુટી યથાવત: ભારત સરકાર
SHARE









ચાઈનાની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંપિંગ ડ્યુટી યથાવત: ભારત સરકાર
મોરબીમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે તો પણ ચાઈનાથી સિરામીક ટાઇલ્સ આયાત થતી હોય છે તેના ઉપર ભારત સરકારે લાદેલી એન્ટી ડંપિંગ ડ્યુટીની મુદત કેન્દ્ર સરકાર દ્વારા વધારી આપવામાં આવી છે તેના માટે મોરબી સિરામીક એસોશિએશનએ વડાપ્રધાન અને રાજકોટના સાંસદનો આભાર વ્યક્ત કર્યો છે
મોરબીમાં વિશ્વ કક્ષાનો સિરામીક ઉદ્યોગ આવેલ છે અને અહીથી સિરામિક ટાઇલ્સને એક્સપોર્ટ પણ કરવામાં આવે છે જો કે, સિરામિક પ્રોડક્ટને ચાઈનાથી ભારતમાં ઈમ્પોર્ટ કરવામાં આવે છે જેના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગને નુકશાન થતું હતું માટે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાને સાથે રાખીને અગાઉ રજૂઆતો કરેલ હતી જેથી કરીને ભારત સરકારે એન્ટી ડંમ્પીંગ ડ્યુટી લગાવેલ હતી અને તેની સમય મર્યાદા પૂર્ણ થતા મોરબી સીરામીક એસોસિએશન દ્વારા સરકારમા રજુઆત કરવામાં આવી હતી જેથી ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા એન્ટી ડંમ્પીંગ ડ્યુટીની મદૂત વધારવામાં આવેલ છે અને એન્ટી ડંપિંગ ડ્યુટીને યથાવત રાખવામા આવી છે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ મોહનભાઇ કુંડારિયાનો મોરબી સિરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ ઓગણજા, માજી પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા સહિતનાએ મોરબીના સિરામિક ઉદ્યોગકારો વતી આભાર વ્યક્ત કરેલ છે
