મોરબીના પત્રકાર મિત્રોની લાગણી દુભાવવાનો અમારો કોઈ ઇરાદો ન હતો, દિલગીરી છીએ: જિલ્લા ભાજપ
SHARE









મોરબીના પત્રકાર મિત્રોની લાગણી દુભાવવાનો અમારો કોઈ ઇરાદો ન હતો, દિલગીરી છીએ: જિલ્લા ભાજપ
મોરબીમાં ગઈકાલે જીલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ સહિતનાઓની હાજરીમાં ભાજપના કાર્યકરો અને ઉદ્યોગકારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પત્રકારોને ત્યાં બોલાવ્યા હતા અને બાદમાં પત્રકારોને મંચ ઉપરથી બહાર જવા માટે કહ્યું હતું જેથી પત્રકારોની લાગણી દુભાઈ હતી અને આ મુદે જિલ્લાના પ્રમુખને વાત કરવામાં આવતા તેઓએ આ મુદે દિલગીરી વ્યક્ત કરી હતી
મોરબીમાં જીલ્લા ભાજપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં પત્રકારોને ત્યાંથી ખાનગી મિટિંગ છે તેવું કહીને બહાર જવા માટે કહેવામા આવ્યું હતું જેથી પત્રકારોની લાગણી દુભાઈ હતી અને આ મુદે મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ હોદેદારો અને સભ્યો સાથે ચર્ચા કરીને હતી અને બાદમાં તે અંગેની જિલ્લા ભાજપના પ્રમુખને જાણ કરી હતી જેથી કરીને મોરબી જીલ્લા ભાજપ દ્વારા પત્રકાર એસોસિએશન મોરબીને પત્ર લખીને દિલગીરી વ્યક્ત કરલે છે અને પત્રકારોની લાગણી દુભાઈ તેવો તેમનો કોઈ ઇરાદો ન હતો અને અને પત્રકાર મિત્રોને પરિવારના સભ્યો સમજીને સ્ટેજ પરથી બહાર જવા વિનંતી કરેલ છતાં કોઇની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરેલ છે
