માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા આધેડનું મોત
માળીયા (મી)ના વેણાસરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
SHARE









માળીયા (મી)ના વેણાસરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
માળીયા મિયાણાના વેણાસર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી જેના આધારે રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમતા ચાર શખ્સો ૨૮૯૦ ની રોક સાથે જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેને પકડીને આગળની કાર્યવાહી કરી હતી
માળીયા તાલુકાના વેણાસર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે જુગાર રમતા સુરેશભાઇ ચંદુભાઇ રાપુસા જાતે કોળી (૨૮), ગગુભાઇ પોલાભાઇ ચાવડા કાટે આહીર (૬૫), રમેશભાઇ હરીભાઇ મિયાત્રા જાતે આહીર (૩૭) અને સાજનભાઇ મફાભાઇ ભદારીયા જાતે કોળી (૨૬) મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૨૮૯૦ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
