મોરબીના રવાપર ગામના સરપંચને બિરદાવી લોકફાળામાં ૫૦ હજાર અર્પણ
મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ, ૫.૩૬ લાખનો મુદામાલ કબજે
SHARE









મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ, ૫.૩૬ લાખનો મુદામાલ કબજે
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આસ્વાદ પાન પાસેથી પસાર થતી ક્રેટા કારમાંથી ૨૪૦ બોટલ દારૂ મળી આવ્યો છે જેથી પોલીસે દારૂ અને કાર મળીને ૫.૩૬ લાખના મુદ્દામાલને કબજે કર્યો છે જો કે, આરોપી પોતાની કાર છોડીને નાસી ગયો હોવાથી અજાણ્યા શખ્સો સામે હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડના ખૂણા પાસે આવેલા આસ્વાદ પાન પાસેથી પસાર થતી નંબર પ્લેટ વગરની સફેદ કલરની ક્રેટા કારને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાંથી દારૂની નાની ૨૪૦ બોટલ મળી આવી હતી માટે પોલીસે ૩૬ હજાર રૂપિયાની કિંમતનો દારૃ અને પાંચ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૫.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, કાર ચાલક પોતાની કારને ત્યાં મૂકીને નાસી ગયો હોવાથી પોલીસે હાલમાં અજાણ્યા શખ્સ સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે જરૂરી છે
એક બોટલ દારૂ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલ વિશાલ ફર્નિચર પાસેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૮૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે મયુરભાઈ ઉર્ફે ટકો બટુકભાઈ વાઘેલા જાતે રજપૂત (ઉંમર ૩૦) રહે. વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે
દેશી દારૂનો આથો
વાંકાનેર તાલુકાના વીરપર ગામે ખારા વાડ વિસ્તારમાં આવેલ વાડી પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો ૪૦૦ લીટર મળી આવ્યો હતો જેથી ૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી નીલેશ સિંધા કોળી રહે. વીરપર વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
દેશી દારૂની ભઠ્ઠી
માળીયા તાલુકાના વધારવા ગામે તળાવની પાર પાસે બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવા માટેની ભટ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ પ્રેમજીભાઈ ધામેચા જાતે કોળી (ઉંમર ૪૦) રહે. વધારવા વાળો મળી અવાયો હતો અને ત્યાંથી દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠીના જરૂરી સાધનો અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦ લિટર આથો, તૈયાર દારૂ ૧૨ લિટર અને સાધનસામગ્રી મળીને કુલ ૮૯૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને દારૂની ભઠ્ઠી ચલાવવા માટે માલ પૂરો પાડનારા શખ્સની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરેલ છે
