મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ, ૫.૩૬ લાખનો મુદામાલ કબજે
ટંકારાના છતરથી વાછકપર જવાના રસ્તા ઉપરથી પિસ્તોલ સાથે એક ઝડપાયો
SHARE









ટંકારાના છતરથી વાછકપર જવાના રસ્તા ઉપરથી પિસ્તોલ સાથે એક ઝડપાયો
ટંકારા તાલુકાના વાછકપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે હથિયાર કબજે કરીને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના છતર ગામથી વાછક્પર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થયેલા યુવાને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી લોખંડની દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબ્જે કરીને પોલીસે લક્ષ્મણભાઈ રમેશભાઇ ગોંડલીયા જાતે બાવાજી (ઉંમર ૩૦) રહે.બેડી ગામ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ હથિયાર તે શા માટે પોતાની પાસે રાખતો હતો..? તે દિશામાં હાલમાં ટંકારા તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે.
બાઈક-કાર અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી નજીકના ચામુંડાનગર વિસ્તારમાં રહેતો કિશોર મોહનભાઈ સોલંકી નામનો યુવાન વહેલી સવારે દૂધ લેવા માટે ઇન્દિરાનગર તરફ જતો હતો ત્યારે સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્ટેલ હોસ્પિટલ નજીક તેના બાઇકને ઇકો કારના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત કિશોરભાઈ સોલંકીને સારવારમાં ખસેડાયો હતો.જયારે મોરબીના સામાકાંઠા સોઓરડી મેઇન રોડ ઉપર રહેતો પાર્થ સુરેશભાઇ સીરોહીયા નામનો ૨૫ વર્ષીય યુવાન ઘરેથી સિટીમાં બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત પાર્થ સીરોહીયાને સારવારમાં ખસેડાયો હતો.
બાઈક સ્લીપ થતા ઇજા
મોરબીના ખીજડીયા ગામ તરફ જવાના રસ્તે આવેલ બોડાસર પ્રાથમિક શાળા નજીક રહેતા કિશોરભાઈ ગોકળભાઈ નકુમ નામનો યુવાન નેશનલ હાઈવે ઉપર શિવ શક્તિ કોમ્પલેક્ષ પાસેથી બાઇક લઇને જતો હતો તે સમયે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત કિશોરભાઇ નકુમને સારવારમાં ખસેડાયો હતો
