મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

હળવદની તક્ષશિલા સ્કુલમાંથી "કલામ રથ" નું મહાનુભાવોની હાજરીમાં કરાયું પ્રસ્થાન


SHARE







હળવદની તક્ષશિલા સ્કુલમાંથી "કલામ રથ" નું મહાનુભાવોની હાજરીમાં કરાયું પ્રસ્થાન

‘ हर घर बाल कलाम‘ પ્રોજેકટ અંતર્ગત પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા વૈજ્ઞાનિક ડો.એ.પી.જે.અબ્દુલ કલામાથી પ્રેરણા લઈ આવતીકાલનાં ઉજ્વળ ભવિષ્ય એવા બાળકોમા છુપાયેલ સર્જનાત્મક શક્તિ બહાર આવે તેવા ઉદ્દાત હેતુ સાથે મોરબી જિલ્લાનાં હળવદમાં તક્ષશિલા સ્કુલ દ્વારા વિશેષ "કલામ રથ" નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ રથ સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે જનજાગૃતિ અભિયાનનાં ભાગ રૂપે લઈ જવામાં આવશે અને વિવિધ ગામમાં જઈ આ રથ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને જાણકારી આપશે આજે હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતેથી મહાનુભાવોની હાજરીમાં લીલી ઝંડી આપીને આ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું




Latest News