મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા પાસે અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનારા છકડો રિક્ષાના ચાલક સામે નોંધાયો ગુનો


SHARE









હળવદના ચરાડવા પાસે અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનારા છકડો રિક્ષાના ચાલક સામે નોંધાયો ગુનો

હળવદના ચરાડવા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે છકડો રિક્ષાના ચાલકે શ્રમિક પરિવારની નવ વર્ષની બાળકીને હડફેટે લીધી હતી જેથી ગંભીર રીતે ઇજા પામેલ બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવમાં મૃતક બાળકીના પિતાની ફરિયાદ લઈને પોલીસે છકડો રિક્ષાના ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ ગઇકાલે હળવદ તાલુકાનાં ચરાડવા પાસે ભારત પેટ્રોલ પંપ પાસે શ્રમિક પરિવારની બાળકી પગપાળા જતી હતી ત્યારે છકડો રિક્ષાના ચાલકે તેને હડફેટે લીધી હતી જેથી માસૂમ બાળકીનું મોત થયું હતું હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના ઓજડ ગામના રહેવાસી અને હાલ ચરાડવા નજીક દેવાદીપ કારખાના પાસે રહેતા રાકેશભાઇ ભૂરીયાસિંગ કોળી (૩૨) ની નવ વર્ષની દીકરી રીનાને છકડો રિક્ષાના ચાલકે ભારત પેટ્રોલ પંપ પાસે હડફેટે લીધી હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવમાં મૃતક બાળકના પિતાએ રિક્ષા નંબર જીજે ૧૨ વી ૬૧૫૬ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News