મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં યુવાનને લંગડા-બાડો કહીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને માર માર્યો
મોરબીની કારીયા સોસાયટીમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE









મોરબીની કારીયા સોસાયટીમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારિયા સોસાયટીમાં રહેતા ભરતભાઈ કાળુભાઇ પરમાર (ઉંમર ૨૨) એ કોઈ કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક ભરતભાઈ પરમારના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી.
મારામારીમાં બેને ઈજા
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ સોમનાથ પેટ્રોલ પંપની પાછળના ભાગે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ત્યાં રહેતા રમેશ કમા વાઘેલા (૪૦) અને જગા કમા વાઘેલા (૫૦) નામના બે લોકોને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના બેલા ગામના રહેવાસી રજાકભાઈ કાસમભાઈ કટિયા નામના ૨૬ વર્ષીય યુવાનને તા.૨૭-૨ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં આમરણ અને બેલા વચ્ચે બે રીક્ષાઓ સામસામે અથડાતાં સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં ઇજાઓ થતાં રજાકભાઈ કટીયાને સારવારમાં ખસેડાયા હતા.
મહિલા સરોવરમાં
મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ નકળંગ મંદિરની પાસે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા જમીલાબેન સરદારભાઈ બારીયા નામની ૨૦ વર્ષીય મહિલાને સારવાર માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવી હતી તેણીનો લગ્નગાળો બે વર્ષનો હોય હાલ તાલુકા પોલીસે નોંધ કરી બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વનાળીયા ગામનો રહેવાસી વિપુલ ઇશ્વરભાઇ ગામી નામનો ૩૭ વર્ષીય યુવાન સાંજના સાતેક વાગ્યે મોરબી આવી રહ્યો હતો ત્યારે નાસા દુકાન પાસે તેના બાઇકને રિક્ષા ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત વિપુલ ગામીને સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
